કુમાર કાનાણીના પુત્રને કાયદાના પાઠ ભણાવનારી મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવે તોડ્યા છે અનેક નિયમ

કુમાર કાનાણીના પુત્ર સાથે વડચડ કરીને પ્રકાશમાં આવેલી મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ પોતે જ હવે વિવાદમાં આવી ચુકી છે. રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રને કાયદાનો પાઠ ભણાવી રહેલી એલઆરડી મહિલા જવાબનની તસ્વીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં તે પોતે અનેક કાયદા તોડતી જોવા મળે છે.

કુમાર કાનાણીના પુત્રને કાયદાના પાઠ ભણાવનારી મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવે તોડ્યા છે અનેક નિયમ

સુરત : કુમાર કાનાણીના પુત્ર સાથે વડચડ કરીને પ્રકાશમાં આવેલી મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ પોતે જ હવે વિવાદમાં આવી ચુકી છે. રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રને કાયદાનો પાઠ ભણાવી રહેલી એલઆરડી મહિલા જવાબનની તસ્વીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં તે પોતે અનેક કાયદા તોડતી જોવા મળે છે.

પોતાનાં પિતાની કાર પર પોલીસની પ્લેટ લગાવેલી હોવાની એક તસ્વીર વાયરલ થઇ રહી છે. જ્યારે તેણે મંત્રી કુમાર કાનાણીનાં પુત્રને પ્લેટ કઢાવી અને પિતા ન હોય ત્યારે આ પ્લેટ ન લગાવી શકાય તેવો પાઠ ભણાવ્યો હતો. જો કે મહિલા કોન્સ્ટેબલના પિતા જ પોતાની ગાડીમાં પોલીસ લખેલી પ્લેટ લગાવીને ફરતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બોટલ સાથેની એક તસ્વીર પણ વાયરલ થઇ છે. જો કે તે દારૂની છે કે કેમ તે અંગે તર્ક વિતર્કો સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. જો કે આ બોટલ દારૂની છે કે કેમ તે અંગે Zee 24 Kalak કોઇ જ પૃષ્ટી કરતું નથી.

જાહેર માર્ગ પર મંત્રીના પુત્ર સહિત 5 લોકોને અટકાવીને તાયફો ખડો કરીને રાતો રાત સોશિયલ મીડિયામાં છવાઇ જનાર સુનિતા યાદવે વિવાદ થતા રાજીનામું આપ્યું હતું. પોતાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ સાથ સહકાર આપવામાં નહી આવતો હોવાના આરોપો લગાવ્યા હતા. જેના પગલે સમગ્ર રાજ્યમાં સુનિતાના સમર્થનમાં લાખો લોકો દ્વારા સોશિયલ મીડિયા કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું. જેના કારણે સરકાર પણ રાજીનામાનો અસ્વિકાર કરવાની ફરજ પડી હતી.

તો બીજી તરફ રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણી પણ બચાવની મુદ્રામાં આવી ગયા હતા. જો કે હવે આ તસ્વીરો વાયરલ થતા સુનિતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. લોકોને કાયદાનાં પાઠ ભણાવતી મહિલા એલઆરડી જવાનને પોતાને કોઇ કાયદો નહી લાગુ પડતો હોય ? તમે મંત્રીના પુત્ર છો તો તમને કાયદા લાગુ નથી પડતા તેવું પુછનાર મહિલા જવાનને પોતાને કોઇ કાયદા લાગુ નહી પડતા હોય ?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news