અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસ હવે પાંચ હજારને પાર થઇ રહ્યા છે, જ્યારે અમદાવાદમાં પણ કેસની સંખ્યા હવે 2 હજારને પાર થઇ રહ્યા છે. જો કે અમદાવાદમાં કોરોનાના આંકડાઓ 2 હજારને વટાવી ચુકવા છતા પણ મોટા ભાગની હોસ્પિટલોનાં 95 ટકા બેડ ખાલી પડ્યાં છે. મોટા ભાગનાં દર્દીઓમાં ખુબ જ સામાન્ય લક્ષણ જોવા મળે છે જેના કારણે તેઓ ઘરે રહીને જ સારવાર લઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેર સમયે અનેક લોકોનાં મોત બેડ નહી હોવાના કારણે મોત નિપજ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં કોરોનાના દર્દીએ ચિંતા કરવાની જરૂર નથી, હવે કોર્પોરેશને શરૂ કરી અદ્ભુત વ્યવસ્થા


હાલમાં મોટા ભાગનાં લોકો દ્વારા વેક્સિન લઇ લેવામાં આવી હોવાનાં કારણે  લોકોને કોરોનાની અસર ઓછી જ થઇ રહી છે. કોરોના ઘાતક અસર નથી કરી રહ્યો. ખાનગી હોસ્પિટલોના આઇસોલેશનમાં 790 માંથી 79 બેડ જ ભરાયા છે. જ્યારે વેન્ટિલેટર પર તો માત્ર એક જ દર્દી દાખલ છે. ખાનગી હોસ્પિટલોમાં 2510 ઓક્સિજન બેડમંથી માત્ર 105 જ બેડ ભરાયા છે. જે પૈકી 2405 બેડ ખાલી છે. જેનો અર્થ થાય છે કે માત્ર 4 ટકા જ બેડ ભરાયા છે બાકીનાં 96 ટકા બેડ ખાલી જ પડી રહ્યા છે. 


અસલી પોલીસે નકલી પોલીસનો ખેલ ખુલ્લો પાડ્યો, એક મહિલા પણ તોડબાજી પણ સામેલ


અમદાવાદમાં કેસોનો રાફડો ફાટ્યો છે. જો કે અમદાવાદમાં માત્ર 2 દર્દી જ વેન્ટિલેટર પર છે. 79 દર્દી આઇસોલેશન બેડમાં, 24 દર્દી HDU અને 2 દર્દી ICU માં છે. અમદાવાદની 51 જેટલી હોસ્પિટલો હાલ કોરોનાની સાવાર કરાઇ રહી છે. 11 જેટલી હોસ્પિટલોમાં દર્દી સારવાર હેઠળ છે. સોલા સિમ્સ હોસ્પિટલમાં આઇસોલેશનમાં 13, HDU માં 4 અને વેન્ટિલેટર પર તો માત્ર એખ જ દર્દી છે. એસજીવીપીમાં 10 દર્દી છે. જેથી એકપ્રકારે કહી શકાય કે કોરોના વકરી રહ્યો છે પરંતુ તે એટલો ઘાતક નથી બની રહ્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube