જયેશ ભોજાણી/ગોંડલ :ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું માર્કેટ યાર્ડ (gondal market yard) છે. એક સમયે યાર્ડમાં ટ્રક ડ્રાઇવર તરીકે ખેડૂતોની જણસી વેચવા આવતો યુવાન આજે ગોંડલ યાર્ડનો ચેરમેન બન્યા છે. ગોંડલ યાર્ડના ચેરમેન તરીકે અલ્પેશ ઢોલરીયાની વરણી થઈ છે. તેમની સફળતા (success story) ની આ સ્ટોરી સૌરાષ્ટ્રના અનેક યુવાનો માટે પ્રેરણાદાયી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્ર (saurastra) ના સૌથી મોટા માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ગઈકાલે વરણી કરવામાં આવી હતી. યાર્ડ (gondal yard) ના ચેરમેન તરીકે અલ્પેશ ઢોલરીયા, જ્યારે કે વાઇસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. યાર્ડમાં ચેરમેન તરીકે જિલ્લા ભાજપના અગ્રણી અલ્પેશ ઢોલરીયા પર પસંદગી ઉતારીને યાર્ડનું સંચાલન યુવા ચહેરાના હાથમાં સોંપવામાં આવ્યું છે. જો કે એક સમયે અલ્પેશ ઢોલરીયા આ જ યાર્ડમાં ટ્રક લઇને ખેડૂતોની જણસી વેચવા માટે આવતા હતા અને આજે એ જ યાર્ડના તેઓ ચેરમેન બન્યા છે. 


આ પણ વાંચો : હાઈકોર્ટે સરકારનો ઉધડો લઈને કહ્યું, સિંહ જોવા હોય તો ઝૂમાં જાઓ, પણ ગીરમાં તેમને શાંતિથી જીવવા દો


ટ્રક ડ્રાઇવરથી લઇને ચેરમેન સુધીની સફર
અલ્પેશ ઢોલરીયા ગોંડલ તાલુકાના લીલીખા ગામના રહેવાસી છે.પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ ડ્રાઇવર તરીકે કામ કરતા હતા અને ભાડાના ટ્રક લઇને ગોંડલ તાલુકાના ગામેગામથી ખેડૂતોની જણસી લઇને ગોંડલ યાર્ડમાં વેચવા માટે આવતા હતા. અલ્પેશભાઇ ભાજપમાં સક્રિય રીતે જોડાયેલા હતા. તેઓ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના અતિ વિશ્વાસુ માનવામાં આવે છે. ધીરે ધીરે ગોંડલ શહેર ભાજપ અને રાજકોટ જિલ્લા ભાજપમાં ખંતપૂર્ણ કામ કરીને તેઓ ગોંડલ યાર્ડની ચૂંટણીમાં ભાજપના મેનેડેન્ટ પણ ઉભા રહ્યા હતા અને આજે તેઓ યાર્ડના ચેરમેન બન્યા છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં ડમી ઉમેદવાર ઉતારવાને લઈને પણ તેઓ વિવાદમાં આવ્યા હતા.


આ પણ વાંચો : અંબાણીએ ખરીદ્યા લાખોની કિંમતના 2 દુર્લભ ઓલિવ વૃક્ષો, જેને જામનગરના બંગલોમાં મૂકાશે 


સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટીંગ યાર્ડ છે ગોંડલ
ગોંડલ માર્કેટીંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટીંગ યાર્ડ છે. અહીંના લાલ મરચાની આવક આખા દેશમાં પ્રચલિત છે. આ સાથે યાર્ડમાં મગફળી, કપાસ, તલ, ડુંગળી લસણ જેવી અનેક જણસીઓ વેચવા માટે સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો આવે છે. યાર્ડમાં ખેડૂતો માટે કેન્ટિનની સુવિધા, શેડની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.


એક રૂપિયાનો ભ્રષ્ટાચાર નહિ કરૂ - ઢોલરિયા
માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે ચૂંટાયા બાદ અલ્પેશ ઢોલરિયાએ કહ્યું હતું કે યાર્ડમાં ભષ્ટ્રાચાર મુક્ત શાશન આપીશું. ભાજપ અને પૂર્વ ધારાસભ્યએ જે વિશ્વાસ મુક્યો છે તેમાં યોગ્ય કામગીરી કરી ખરો ઉતરીશ. મેં અને મારા પિતાએ વર્ષો સુધી યાર્ડમાં મેટાડોર (ટ્રક) ચલાવી છે. ત્યારે નાના માણસોની મુશ્કેલીથી વાકેફ છીએ તેથી તમામના પ્રશ્નો હલ કરવાના પ્રયત્ન કરીશું.