અંબાણીએ ખરીદ્યા લાખોની કિંમતના 2 દુર્લભ ઓલિવ વૃક્ષો, જેને જામનગરના બંગલોમાં મૂકાશે

મુકેશ અંબાણીના જામનગર (Jamnagar) ના બંગલામાં જલ્દી જ દુર્લભ ઓલિવના વૃક્ષો લાગવા જઈ રહ્યાં છે, જેમને આંધ્રપ્રદેશની એક નર્સરીમાં ઉછેરવામાં આવ્યા હતા

Nov 27, 2021, 09:11 AM IST

ઝી મીડિયા/બ્યૂરો :દેશના સૌથી અમીર શખ્સ મુકેશ અંબાણી (Mukesh Ambani) ની કોઈ પણ વાત સામાન્ય હોય નથી. તેઓ જે પણ વસ્તુ ખરીદે છે તે ખાસ હોય છે. મુંબઈના એન્ટીલિયા (Antilia) હાઉસ બાદ હવે તેમનુ જામનગરનું અંબાણી હાઉસ (Ambani House) પણ ખાસ બનવા જઈ રહ્યું છે. કારણ કે, અહી સ્પેનથી મંગાવેલા લાખોની કિંમતના બે મોટા વૃક્ષ મૂકાવા જઈ રહ્યાં છે. જેની ગણના વિશ્વના દુર્લભ વૃક્ષોમાં થાય છે. 

1/5

મુકેશ અંબાણીના જામનગર (Jamnagar) ના બંગલામાં જલ્દી જ દુર્લભ ઓલિવના વૃક્ષો લાગવા જઈ રહ્યાં છે, જેમને આંધ્રપ્રદેશની એક નર્સરીમાં ઉછેરવામાં આવ્યા હતા. 180 વર્ષ જૂના ઓલિવના વૃક્ષને લગભગ ત્રણ વર્ષ પહેલા સ્પેનથી લાવવામાં આવ્યા હતા, જે આંધ્રપ્રદેશની ગૌતમી નર્સરીમાં ઉછી રહ્યા હતા. બે દિવસ પહેલા 24 નવેમ્બરના રોજ બે ઓલિવ ટ્રી (olive tree) ને ટ્રક પર લાદવામાં આવ્યા હતા અને ગુજરાત તરફ આવવા રવાના કરાયા હતા. પાંચ દિવસમાં આ બંને મહાકાય વૃક્ષો જામનગર પહોંચી જશે. જોકે, ગૌતમી નર્સરીએ વૃક્ષોની કિંમત વિશે માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, અંબાણીએ બંને ઓલિવ વૃક્ષોના ટ્રાન્સપોર્ટેશન સહિત લગભગ 85 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. 

2/5

આંધ્રપ્રદેશની ગૌતમી નર્સરીના માલિક માર્ગની વીરબાબૂએ કહ્યું કે, તેમને લગભગ એક સપ્તાહ પહેલા અંબાણી હાઉસમાંથી ઓર્ડર મળ્યો હતો. એક આર્કિટેક્ટને અમે અંબાણી હાઉસમાં મોકલ્યો હતો. તેના બાદ રિલાયન્સના કર્મચારીઓએ ગત સપ્તાહમાં ઓર્ડર આપ્યો હતો. અમને કહેવામાં આવ્યું કે, અંબાણીના જામનગર સ્થિત બંગલોમાં આ વૃક્ષોને મૂકવામાં આવશે.  

3/5

વૃક્ષોની ખાસિયત

વૃક્ષોની ખાસિયત

આ દુર્લભ વૃક્ષની વાત કરીએ તો, પ્રત્યેક વૃક્ષનું વજન લગભગ 2 ટન છે. તેના મૂળને કાળજીપૂર્વક ધરતી સાથે બાંધવામાં આવે છે. બાદમાં તેને ઢાંકીને ટ્રાન્સપોર્ટેશન માટે મોકલાય છે. વૃક્ષને ટ્રક પર લોડ કરવા માટે 25 લોકોની ટીમ કામે લાગી હતી. હાઈડ્રોલિક ક્રેનની મદદથી વૃક્ષોને ટ્રકમાં લોડ કરવામાં આવ્યા હતા. આ વૃક્ષ નાજુક પ્રકૃતિના હોવાથી તેમને લઈ જતુ વાહન 30 થી 40 કિમી પ્રતિ કલાકની સ્પીડથી પસાર થાય છે. આ કારણે તેને જામનગર પહોંચતા 5 દિવસ લાગશે. 

4/5

વીરબાબુએ જણાવ્યું કે, અંબાણી પરિવાર જામનગરમાં એક ઝૂ બનાવી રહ્યું છે. અહી ઈકો સિસ્ટમ ડેવલપ કરવામા આવશે. તેઓ પોતાના કલેક્શનમાં અનેક પ્રજાતિના દુર્લભ વૃક્ષોને એકઠા કરી રહ્યાં છે. ઓલિવના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે. તેઓ લાંબા સમયથી જીવિત રહે છે. માનવામાં આવે છે કે આ વૃક્ષ સમૃદ્ધિ લાવે છે. પરંતુ આ આકાર અને સંરચનાના વૃક્ષ મળવા દુર્લભ ગણાય છે. 

5/5

ઓલિવના બે મોટા વૃક્ષોની સાથે આંધ્રપ્રદેશી નર્સરીથી ડઝનેક જેટલા વૃક્ષો અને કેટલાક પ્લાન્ટ્સ પણ અંબાણી હાઉસમાં મોકલવામાં આવ્યા છે, જેમને બીજા ટ્રકમાં લોડ કરવામાં આવ્યા છે. આ બિઝનેસ ડીલથી આંધ્રપ્રેદશની બોલબાલા વધી છે. જ્યાંથી દેશભરમાં અનેક કોર્પોરેટ કંપનીઓ, રિસોર્ટસ અને હોટલ માટે પ્લાન્ટ્સ જાય છે.