અર્પણ કાયદાવાલા/અમદાવાદ: ગુજરાતમાં એક સપ્તાહ સુધી ગરમીથી તો રાહત મળશે સાથે હવામાન વિભાગ કહ્યું છે કે, આ વખતે મોનસૂન 5 દિવસ મોડું બેસી શકે છે. મોનસૂન 6 જૂને કેરળના કિનારે ટકરાશે. સામાન્ય રીતે ચોમાસુ 31 મે કે 1 જૂન સુધીમાં કેરળ પહોંચે છે. નોંધનીય છે કે, કેરળમાં મોનસુન પ્રવેશ કર્યાના 3 અઠવાડિયા બાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ પશ્ચિમ મોનસુન અંતર્ગત આ વખતે દેશમાં 96 ટકા વરસાદ થશે. અંદામાન સમુદ્ર, નિકોબાર દ્વીપ અને પૂર્વી-દક્ષિણ બંગાળમાં મોનસૂન 18-19 મેનાં રોજ પહોંચશે. જે બાદ મોનસૂન 6 જૂને કેરળ પહોંચે તેવી પૂરી શક્યતા છે. જેમાં ચાર દિવસ વધુ કે ઓછા થઈ શકે છે. સાથે જ કેરળમાં ચોમાસાને પહોંચ્યાના 3 અઠવાડિયા બાદ તે ગુજરાત પહોંચશે.


DCP કે પાસ જાવ કે ફરિયાદ કરો પૈસૈ નહિ દીયે તો ગોલી ખાવ: કુખ્યાત શિવા મહાલિંગમની ધમકી



ગુજરાતમાં ચોમાસુ ક્યારે આવશે તે અંગેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે. સાથે જ ગુજરાતમાં આગામી 1 સપ્તાહ સુધી ગરમીમાંથી રાહત પણ મળશે. ચોમાસુ ગુજરાતમાં આ વખતે થોડુ મોડુ આવવાના સંકેત મળતા ખેડૂતોમાં ચિંતા વધી છે. ત્યારે ગુજરાતમાં પણ 15 જુલાઇ સુધી ચાલે તેટલુ જ પીવાનું પાણી હોવાથી ચોમાસુ મોડુ આવવાના સંકેતથી સરકારની મુશ્કેલીમાં પણ વધારો થઇ શકે છે.