• દેશના 16 રાજ્યોમાં 10 કલાકનો વીજકાપ ઝીંકાયો

  • કોલસાની અછતના કારણે અનેક પાવર પ્લાન્ટ થયા છે બંધ

  • વીજકાપની ગુજરાત પર નહીં પડે કોઈ અસર 


Coal Crisis :દેશના 16 રાજ્યોમાં 10 કલાકનો વીજકાપ ઝીંકાયો છે. કોલસાની અછતના કારણે અનેક પાવર પ્લાન્ટ બંધ થયા છે. પરંતુ આ વીજકાપની ગુજરાત પર કોઈ અસર નહિ પડે તેવુ GUVNLના MD નું કહેવુ છે. તેમણે કહ્યુ કે, ગુજરાતમાં વીજ કાપ નહિ થાય. ખેતી માટે 8 કલાક અને બાકી 24 કલાક વીજળી મળતી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં વીજ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. દેશના16 રાજ્યોમાં દસ કલાક વીજકાપ ઝીંકાયો છે. જો કે ગુજરાત પર તેની કોઈ અસર નહીં જોવા મળે. GUVNLના MD જયપ્રકાશ શિવહરેએ ઝી 24 કલાક સાથે ખાસ વાત કરી. જેમાં તેમણે કહ્યું કે, ગુજરાતના લોકોને વીજળીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. પરંતુ રાજ્યની જનતાએ જાળવીને વીજ વપરાશ કરવો જોઈએ. મહત્વનું છે કે, ગરમીના કારણે વીજળીના માંગમાં વધારો થયો છે. જ્યારે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. દેશના એક ચતુર્થાંશ પાવર પ્લાન્ટ બંધ થઈ ગયા છે. જેમાંથી એનેક કોલસાની અછતના કારણે બંધ છે. દેશભરમાં વીજ ઉત્પાદનમાં 10  હજાર મેગાવોટનો ઘટાડો થયો છે.


આ પણ વાંચો : સાવધાન! આજથી શરૂ થઈ શનિની સાડાસાતી, 5 રાશિઓ માટે કપરો સમય, 3 રાશિ પનોતીમાંથી મુક્ત થશે


ઊર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશના 18 પિટહેટ એટલે કે એવી વીજળીઘર જે કોલસાની ખાણની નજીક છે, તેમાં નિર્ધારિત માપદંડનો 78 ટકા કોલસો છે. જ્યારે 147 અંતરિયાળ વીજળી ઘરમાં માપદંડનો સરેરાશ 25% કોલસો ઉપલબ્ધ છે. આ વીજળીઘરો પાસે કોલસાનો સ્ટોક નિર્ધારિત માપદંડ મુજબ 100% હોત તો પિટહેટ પ્લાન્ટ 17 દિવસ અને નોન-પિટહેટ પ્લાન્ટ 26 દિવસ ચાલી શકે. દેશના કુલ 173 પાવર પ્લાન્ટમાંથી 106 પ્લાન્ટમાં કોલસો શૂન્યથી 25% વચ્ચે જ છે. મૂળ કોલ પ્લાન્ટ કોલસાના સ્ટોક મુજબ વીજ ઉત્પાદન કરે છે. સ્ટોક પૂરો થાય એટલે ઉત્પાદન પણ બંધ થઇ જાય. 


આ પણ વાંચો : આકાશમા 1,075 વર્ષ બાદ સર્જાશે દુર્લભ યોગ, 4 ગ્રહો એક લાઈનમાં આવી જશે


કોલ ઈન્ડિયાએ એવું પણ સ્વીકાર્યું છે કે, માંગ વધુ છે સામે સપ્લાય ઓછો છે. જીયુવીસીએનએલના એમડી જયપ્રકાશ શિવહરે દાવો કરે છે કે, હાલ ગુજરાતમાં કોલસાની અછતને પહલે વીજ અછત નથી. દેશમાં કોલસાની અછત છે. પરંતુ ગુજરાતને તેની અસર નહિવત છે. કારણ કે, અહી યોગ્ય મેનેજમેન્ટ થઈ રહ્યુ છે. ગુજરાત સરકાર ભવિષ્યમાં પણ વીજ કાપ ના થાય તે માટે કટિબદ્ધ છે. અગાઉ પણ સરકાર દ્વારા આ અંગે નિવેદન આપવામાં આવ્યુ છે કે, ગુજરાતમાં કોલસાની અછતની કોઈ અસર નહિ પડે. 


એક તરફ ખેતી મોંઘી થતી જાય છે, બીજી તરફ ખેતરમાં વીજળીને લઈને પણ ખેડૂતોને રાત ઉજાગરા કરવા પડે છે. ત્યારે જૂનાગઢના ખેડૂતોએ પોતાના ખેતરોમાં સોલાર પેનલ લગાવીને જાતે જ વીજળીનું ઉત્પાદન કરી આત્મનિર્ભર બન્યા છે. રાજ્ય સરકારના PGVCL વિભાગની સ્કાય યોજના થકી જૂનાગઢ તાલુકાના 24 જેટલા ખેડૂતોએ પોતાના ખેતરોમાં સોલર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે. ખેતરોમાં સોલર પેનલ લગાવવાથી ખેડૂતોને અનેક ફાયદા થઈ રહ્યા છે. સોલાર પેનલથી વીજબિલમાં બચત થઈ રહી છે, સાથે જ વીજળીના યુનિટ વધે તે PGVCLને આપી દેવાથી ખેડૂતોને વર્ષે 40થી 50 હજારની આવક પણ થઈ રહી છે. તો બીજો મોટો ફાયદો એ છે કે ખેતરમાં જ વીજળી ઉત્પન્ન થતી હોવાથી ખેડૂતોને વીજળી આવવાની રાહ નથી જોવી પડતી. અને ખેડૂતો દિવસે પણ ખેતીના પાકને પાણી આપી શકે છે. સ્કાય યોજના હેઠળ સોલર પેનલ લગાવવા માટે રાજ્ય સરકાર 30 ટકા અને કેન્દ્ર સરકાર 30 ટકા સબસિડી આપે છે. જેથી ખેડૂતોએ કુલ ખર્ચના માત્ર 40 ટકા જ આપવાના રહે છે. જેના કારણે સોલાર પેનલમાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે તે જ રૂપિયામાંથી ખેડૂતોનો હપ્તો પણ ભરાઈ જાય છે. આમ ખેડૂતોને સોલાર પેનલ લગાવ્યા બાદ લગભગ કોઈ રૂપિયા ભરવા થતાં જ નથી.