Nityanand Ashram Dispute: આ કેસમાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે- પ્રદિપસિંહ જાડેજા
. આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે આ કેસમાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે.
અમદાવાદ: નિત્યાનંદ આશ્રમમાં (Nityanand Ashram) કુકર્મ મામલે રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બાળકો પર અત્યાચાર મામલે નિત્યાનંદ (Nityanand) આશ્રમમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદ સ્થિત નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાઓની ધરપકડ કરી પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે. આ મામલેગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, અમદાવાદના હીરાપુર ખાતે આવેલ નિત્યાનંદ આશ્રમમાં બનેલ ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. પોલીસે FIR દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કેસમાં સંડોવાયેલા કોઇપણ વ્યક્તિને રાજ્ય સરકાર છોડશે નહીં. કેસની ન્યાયિક તપાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Nityanand Ashram Dispute: નિત્યાનંદ પાસે છે 'કાળા જાદુનો' ખજાનો?? જાણી તમે પણ ચોંકી ઉઠશો
ગૃહ મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નિત્યાનંદ આશ્રમ ખાતે બાળકો સામે થયેલ ગુના સંદર્ભે દુઃખની લાગણી વ્યક્ત કરીને કસૂરવારો સામે સત્વરે પગલાં લેવા સૂચનાઓ આપી છે. તે સંદર્ભે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને FIRમાં દર્શાવેલ આરોપીઓ પૈકી બે સંચાલિકા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. બન્ને હાલ પોલીસ કસ્ટડીમાં છે.
જુઓ VIDEO
નિત્યાનંદકાંડમાં IAS અધિકારીની સંડોવણી? શક્તિસિંહ ગોહિલની ટ્વીટે ખોલી દીધો વિવાદનો પટારો
આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા સહિત 2ની ધરપકડ
નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) મામલે સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય પોલીસે 2 સાધ્વીઓની ધરપકડ કરી છે. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા તથા પ્રિયાતત્વ નામની સાધ્વીઓની ધરપકડ કરાઈ છે. બંનેની સગીરાનું અપહરણ કરી ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ, નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલ બંને યુવતીઓને શોધવા DGP શિવાનંદ ઝાએ SP અને IGને સૂચના આપી છે. DGPએ SP રાજેન્દ્ર અસારી, IG એ. કે. જાડેજા સાથે આ મામલે બેઠક પણ કરી છે. પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ મૂળ મૈસૂરમાં આવેલ નિત્યાનંદ આશ્રમની સેવિકા હતી. જેઓને અમદાવાદ આશ્રમના સંચાલક તરીકે મોકલાયા હતા.
મંજુલા શ્રોફનું નિત્યાનંદ સાથેનું કનેક્શન સામે આવ્યું, DPSએ નિત્યાનંદ આશ્રમ સાથે છેડો ફાડ્યો
પોલીસે શું કહ્યું...
બે સાધ્વીઓની ધરપકડ મામલે પ્રેસ કોન્ફરન્સમાં અમદાવાદ જિલ્લાના ડીવાયએસપી ડે.ટી.કામરિયાએ જણાવ્યું કે, બે સાધ્વીઓએ ચાવી બતાવી હતી, જે પુષ્પક સિટી નામની સોસાયટીમાં બે મકાનોની હતી. બાળકોને ગોંધી રાખવાનો પુરાવો મળતા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વની ધરપકડ કરાઈ છે. રાજેશ ચૌહાણ દિલ્હીના રહેવાસી છે. તેમનો એડ્રેસ આશ્રમમાંથી મેળવીને દિલ્હીમાં સંપર્ક કરવામાં આવશે. બંને બાળકો આશ્રમમાં ધાર્મિક વિધીનો અભ્યાસ કરી રહ્યા હતા તેવુ આશ્રમે જણાવ્યું. પણ બાળકને કેવા પ્રકારનો ત્રાસ અપાતો તે મામલે સીડબલ્યુસી તપાસ કરશે. હાલ અમે નિત્યનંદિતાના વીડિયો કોલથી તેના આઈપી એડ્રેસને ડિકોડ કરી રહ્યાં છે. નિત્યનંદિતાએ કહ્યું કે જ્યારે કોર્ટમાં હાજર થવાનું હશે તો હુ થઈ જશે. તેથી અમારુ અનુમાન છે કે તે દૂર નહિ, ક્યાંક નજીક જ હશે. અમે જે સાધ્વીઓની ધરપકડ કરી હતી, તેઓ જ આશ્રમની બધી કાર્યવાહી કરતી હતી. તેથી તેમની ધરપકડ કરાઈ છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube