Nityanand Ashram Dispute: નિત્યાનંદ પાસે છે 'કાળા જાદુનો' ખજાનો?? જાણી તમે પણ ચોંકી ઉઠશો

નિત્યાનંદ આશ્રમમાં (Nityanand Ashram) કુકર્મ મામલે રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બાળકો પર અત્યાચાર મામલે નિત્યાનંદ (Nityanand) આશ્રમમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદ સ્થિત નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાઓની ધરપકડ કરી પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે. આ સંજોગોમાં નિત્યાનંદ અંગે ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. જે પિતા પુત્રીઓને બચાવવા આગળ આવ્યા છે એ પિતા જનાર્દન શર્મા (janardan sharma) અને માતા ભુવનેશ્વરી સામે એમની જ પુત્રી નિત્યનંદિતાએ (Nityananda) ગંભીર આરોપ લગાવ્યા છે

Nityanand Ashram Dispute: નિત્યાનંદ પાસે છે 'કાળા જાદુનો' ખજાનો?? જાણી તમે પણ ચોંકી ઉઠશો

દિક્ષીત સોની/અમદાવાદ : નિત્યાનંદ આશ્રમમાં (Nityanand Ashram) કુકર્મ મામલે રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બાળકો પર અત્યાચાર મામલે નિત્યાનંદ (Nityanand) આશ્રમમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદ સ્થિત નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાઓની ધરપકડ કરી પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે. આ સંજોગોમાં નિત્યાનંદ અંગે ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. જે પિતા પુત્રીઓને બચાવવા આગળ આવ્યા છે એ પિતા જનાર્દન શર્મા (janardan sharma) અને માતા ભુવનેશ્વરી સામે એમની જ પુત્રી નિત્યનંદિતાએ (Nityananda) ગંભીર આરોપ લગાવ્યા છે. લંપટતાના દલદલમાંથી વ્હાલસોયી પુત્રીને પરત મેળવવા મથી રહેલા પિતા જનાર્દન શર્માએ ઝી 24 કલાકના એડિટર દિક્ષીત સોની સમક્ષ પોતાની વ્યથા ઠાલવી નિત્યાનંદ આશ્રમમાં ચાલી રહેલ અનેક અયોગ્ય પ્રવૃત્તિઓનો ભાંડો ફોડ્યો. 

નિત્યાનંદ કાળા જાદુમાં પારંગત !!
નિત્યાનંદે કાળા જાદુ હસ્તગત કર્યા હોવાની સ્ફોટક વિગતો સામે આવી છે. નિત્યાનંદ પાસે વિજ્ઞાન ભૈરવ તંત્રની વિદ્યાઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વિદ્યાઓ દ્વારા તે ગમે તે વ્યક્તિને પોતાની માયાજાળમાં લાવી એની પાસેથી મનગમતું કાર્ય કરાવી શકે એમ છે. અનેક મોટી હસ્તીઓ સાથે ઉઠક બેઠક ધરાવતો નિત્યાનંદ કાળી વિદ્યામાં પારંગત છે. તાંત્રિક જગતની જાણીતી વિજ્ઞાન ભૈરવ તંત્રની કેટલીક વિદ્યાઓ નિત્યાનંદે હસ્તગત કરી છે. જેનાથી તે ધારે તે વ્યક્તિને પોતાના વશમાં કરી શકે એમ છે.

મારી પુત્રીઓનું વશીકરણ કરાયું...
નિત્યાનંદ આશ્રમમાં બાળ અત્યાચાર થતા હોવાની રાવ વ્યક્ત કરી તામિલનાડુના જનાર્દન શર્મા અને તેમના પત્ની ભુવનેશ્વરી હાલમાં પોતાની બે પુત્રીઓ બે પુત્રીઓ લોપામુદ્રા ઉર્ફે તત્વપ્રિયા (ઉ.વ21) અને નંદિતા ઉર્ફે નિત્યનંદિતા (ઉ.વ.18) ને પરત મેળવવા માટે પોલીસનું શરણું લીધું છે. પોતાની પુત્રીઓનું બ્રેઇન વોશ કરી દેવાયું હોવાનું તેમજ કાળી વિદ્યાથી વશીકરણ કરી દેવાયાની રાવ વ્યક્ત કરી રહ્યા છે. જે પુત્રીઓને પાળી પોષી મોટી કરી એ આજે પોતાના પિતા અને માતા અંગે આડી અવળી વાતો કરે છે એ જ બતાવે છે કે મારી દિકરીઓને કાળી વિદ્યાથી ભ્રમિત કરી દેવાઇ છે એવી વ્યથા ઠાલવી જનાર્દન શર્મા આશ્રમમાં બાળ અત્યાચાર કરાતો હોવાની ફરિયાદ કરી રહ્યા છે. 

મંજુલા શ્રોફનું નિત્યાનંદ સાથેનું કનેક્શન સામે આવ્યું, DPSએ નિત્યાનંદ આશ્રમ સાથે છેડો ફાડ્યો

મારી ઉપર પણ મોહન ચક્ર લગાવ્યું
પીડિતાના પિતા જનાર્દન શર્માએ કહ્યું કે, નિત્યાનંદ આશ્રમમાં રહી સેવા કરતો હતો ત્યારે મને અણસાર થયો હતો. પરંતુ સ્વામી પ્રત્યે મને નેગેટીવ વિચાર સુધ્ધા આવતો ન હતો. પરંતુ જ્યારે મારી પુત્રીએ મને અહીંથી બહાર કાઢો એવી ફરિયાદ કરી ત્યારે મારો ભ્રમ ભાંગી ગયો. મેં પુત્રીને પરત લઇ જવા મથામણ કરી તો મારી ઉપર પણ મોહન ચક્ર રૂપી કાળો જાદુ કરાયો. મહા મુસીબતે હું એમાંથી બહાર આવ્યો અને પુત્રીઓને બચાવવા આવ્યો છું. 

નિત્યાનંદની જેમ તેની શિષ્યા નિત્યનંદિતા પણ બની ઢોંગી, અંધ બાળકોને ભ્રમિત કરતો વીડિયો આવ્યો સામે

 થર્ડ આઇ છે ઘાતક શસ્ત્ર !!
કહેવાય છે કે, નિત્યાનંદે થર્ડ આઇ, બોડી સ્કેનર અને રિમોટ સ્કેનર જેવી શક્તિઓ સિધ્ધ કરી છે. થર્ડ આઇ દ્વારા તે સામેની વ્યક્તિની સામે બેસીને કપાળમાં કાળુ તિલક કરી વશીકરણ દ્વારા એ વ્યક્તિ પર પુરો કાબુ મેળવી શકે છે. બોડી સ્કેનર દ્વારા તે સામેની વ્યક્તિના શરીરમાં જોઇ શકે છે અને એને પોતાના વિચારો દ્વારા કાર્ય કરાવી શકે છે. જ્યારે રિમોટ સ્કેનર દ્વારા તે દૂર બેસીને પણ કોઇના મન પર કાબુ મેળવી શકે છે. 

કેવી રીતે કરે છે વશીકરણ
કહેવાય છે કે નિત્યાનંદ કાળા જાદુમાં પારંગત છે. એ પોતાના ભક્તો કે જે વ્યક્તિને પોતાની માયાજાળમાં ફસાવવા માંગે છે એને પોતાની સામે બેસાડી એના કપાળમાં સિધ્ધ કરેલી કાળી મેશથી તિલક કરે છે અને રૂદ્રાક્ષની માળા પહેરાવે છે. રૂદ્રાક્ષ સિધ્ધ કરેલી મેશથી યુક્ત હોય છે. આ ઉપરાંત તે પોતાના ભક્તોને ઓમ નિત્યાનંદ તત્વમ શિવોહમ... મંત્ર આપે છે અને એના જાપ કરવા કહે છે...

ઓશોથી પણ થવું છે મોટા!!
બાળ અત્યાચાર મામલે વિવાદમાં મુકાયેલ નિત્યાનંદ મહત્વાકાંક્ષી છે. રજનીશ ઓશો કરતાં પણ તેને મોટા થવાની ખેવના હોવાનું કહેવાય છે. પોતાને શિવના અવતાર તરીકે ગણાવતા નિત્યાનંદે આ માટે વિદેશમાં એક ટાપુ પણ ખરીદ્યો છે અને એને કૈલાસ નામ આપ્યું હોવાની પણ ચર્ચાઓ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news