હિતલ પારેખ/ગાંધીનગર :એલઆરડી ભરતી (LRD) મુદ્દે સરકારે ગઈકાલે જાહેરાત કરી હતી. તેમ છતા આજે બિન અનામત અને અનામત વર્ગની મહિલાઓના ધરણા યથાવત છે. આવામાં આજે એલઆરડી મહિલા અનામતમાં રાજ્ય સરકારે મંત્રણા માટે આંદોલનકારીઓને બોલાવ્યા હતા. આ વચ્ચે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમે જે સુધારો કર્યો છે તેમાં કોઈ સુધારા કરવાના મતમાં અમે નથી. તેમજ તેઓએ આ આંદોલન જલ્દીથી સમેટાઈ જશે તેવા સંકેતો પણ તેઓએ આપ્યા છે. 


રાજકોટના લોકો રહેજો સાવધાન, ફેમસ પ્રદ્યુમન પાર્કમાં ખુલ્લામાં ફરી રહ્યો છે દીપડો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે નાયબ મુખ્યમંત્રીએ એલઆરડી ભરતી મામલે નવી જાહેરાત થઈ હતી. જોકે, તેમ છતાં અનામત અને બિનઅનામત વર્ગ બંનેની નારાજગી યથાવત રહી હતી. બંને પક્ષના આંદોલનકારીઓ સરકાર પાસેથી સુધારાની માંગ કરી રહ્યાં છે ત્યારે ગૃહરાજ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે ઘણાં જ ઉદાર મને મહિલાઓનાં સંદર્ભમાં નિર્ણય લીધો છે. આ મહિલાઓની ભરતીની સંખ્યામાં વધારો કરાયો છે તેથી અમે આ અંગે કંઇ બીજો સુધારો કરવાનાં મતમાં નથી.


સુરક્ષા સાધનો અને જરૂરી સામાન લઈને અમેરિકાથી ખાસ વિમાન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું


આ સાથે જ તેમણે આગળ કહ્યું હતું કે, મહિલાઓ સંદર્ભે નિર્ણય લીધો છે તેમાં હાલ બીજો કોઈ સુધારો કરવાના મૂડમાં નથી. સરકાર થકી જે અનામત મળે છે, તેની રક્ષા કરવી તે અમારી જવાબદારી છે. બંધારણ, અનામતની રક્ષા અમારી કટિબદ્ઘતા છે, અમે બાંધછોડ કરવા માંગતા નથી. ઉદારતાના આધારે મળવાપાત્ર અનામત કરતા અનેકગણો વધારો કરીને ઉમેદવારો તક આપી છે. પરંતુ કોંગ્રેસ માત્ર પોતાના રાજકીય હિતોને તોફાનો થાય, વૈમનસ્ય વધારવા માંગે છે. ગુજરાતમાં અશાંતિ ફેલાવવા કોંગ્રેસ દ્વારા પ્રયાસો કરવામા આવે છે. 


LRD ભરતીમાં સરકારની જાહેરાત છતા આંદોલન યથાવત, હવે પુરુષો પણ પિક્ચરમાં આવ્યા...


આ સાથે જ તેમણે આંદોલન વહેલા સમેટાઈ જશે તેવા પણ સંકેતો આપ્યા છે. તેમણે કહ્યું કે, અનામત વર્ગના લોકોમાં શંકા-કુશંકાઓ હતી તે દૂર કરી છે. અનામત અને બિન અનામત બંને વર્ષમાં હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. તમામે તમામ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું છે. પોતાના સાથીદારો સાથે જઈને વિચારણા કરી પૂર્ણાહુતિ થશે. આમ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે દાવો કર્યો કે, ઉપવાસ છાવણી જઈને આંદોલનકારીઓ પોતાના આંદોલનની પૂર્ણાહુતિ કરશે. સાથે જ કહ્યું કે, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલને મળીને આંદોલનકારીઓના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરાયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક