અમદાવાદ : સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જેના પગલે ગુજરાત વિધાનસભામાં ચૂંટણી વહેલી યોજાય તેવી અટકળો પણ ચાલી રહી છે. આજે વિજય રૂપાણી સાથે ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા. જો કે વિજય રૂપાણી જ્યારે રાજીનામું આપવા માટે પહોંચ્યા ત્યારે તેમની સાથે પુરૂષોત્તમ રૂપાલાની સુચક હાજરી હતી. કેન્દ્રીય નેતા હોવા છતા તેઓ ન માત્ર ગુજરાતમાં હાજર હતા પરંતુ જ્યારે પૂર્વ CM રૂપાણી રાજીનામું આપવા પહોંચ્યા ત્યારે તેમની સાથે પણ હાજર હતા જે ખુબ જ સુચક છે. તો મનસુખ માંડવીયા પણ તેમની સાથે હાજર હતા. આ ઉપરાંત ગુજરાતના અન્ય તમામ સિનિયર નેતાઓ હાજર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજીનામા મુદ્દે ફઇ બા આનંદીબેનને પણ નહી છોડનાર હાર્દિક પટેલે રૂપાણીના રાજીનામા અંગે શું કહ્યું?


હાલ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે સૌથી મોખરે મનસુખ માંડવીયાનું નામ ચાલી રહ્યું છે. ત્યાર બાદ પરષોતમ રૂપાલા, સી.આર પાટીલ અને ભુપેન્દ્રસિંહનું નામ પણ ચાલી રહ્યું છે. જો કે તેવામાં પ્રફુલ પટેલને ગુજરાત આવવા માટે સુચના આપવામાં આવી છે. જેમને ગુજરાતના રાજકારણ સાથે હાલની સ્થિતિએ કોઇ સ્પષ્ટ લેવાદેવા નથી. તેવામાં પ્રફુલ પટેલને શા માટે બોલાવાયા તે એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. જો કે તેમને હાજર રહેવા માટે બોલાવાયા તે પણ સુચક છે. 


અમિત શાહની મુલાકાતમાં જ રાજીનામાની ખીચડી રંધાઈ હતી, પણ પસંદગીના CM નું જ કેમ પત્તુ કાપ્યું?


હંમેશાથી બંધ બાજી અચાનક ખોલવા માટે પંકાયેલ ભાજપ એક નવા જ નેતાને મુકે તેવી શક્યતાઓ છે. મનસુખ માંડવીયા અને રૂપાલા બંન્ને કેન્દ્રીય નેતૃત્વમાં છે. તેમને મહત્વની જવાબદારીઓ પણ સોંપવામાં આવેલી છે. તેવામાં તેઓ ગુજરાત આવે તેવી શક્યતાઓ ધુંધળી છે. જ્યારે પ્રફુલ પટેલને બોલાવાયા તે પણ ખુબ જ સુચક છે. અત્રે નોંધનીય છે કે, હાલ તેઓ દિવ,દમણ, દાદરા અને નગર હવેલી અને લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર છે. તેમની હાજરી ઘણી સુચક છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube