આશ્કા જાની/ અમદાવાદ : નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આજે બંને આરોપી પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓને વધુ દોઠ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. આજે સરકારી વકીલ તરફથી કોર્ટમાં રિમાન્ડ અરજી પર રજુઆત કરી કે બંને આરોપી રીઢા છે, માટે તપાસમાં અને પૂછપરછમાં સહકાર આપતા નથી. આ ઉપરાંત પોલીસે વધુ 3 દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટમાં રજુઆત કરી કે તપાસ દરમ્યાન આરોપીઓના ડિઝિટલ લોકર મળી આવ્યા છે. જેમાંથી 6 મોબાઈલ ફોન, 4 સીમકાર્ડ 1 પ્રિપેડ વિઝકાર્ડ 1 માસ્ટર કાર્ડ તેમજ 9.64 લાખની સ્લીપો મળી આવી છે. તો તે મામલે તપાસમાં બંને આરોપીઓને સાથે રાખવા જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં પાર્કિંગની માથાકુટમાંથી મળશે છુટકારો, તમે કહેશો વાહ AMC...


જે બે ATM કાર્ડ મળી આવ્યા છે તે આરોપી પ્રાણ પ્રિયાના નામના છે, તો તે કાર્ડમાંથી થયેલી નાણાકીય લેવડદેવડ અંગે તપાસ કરવાની જરૂર છે. બીજી તરફ આરોપીઓના વકીલે કોર્ટમાં રજુઆત કરી કે આરોપી રીઢા નથી. આ અગાઉ તેમની સામે કોઈ ગુનો ક્યારે નોંધ્યો નથી, તેમજ ભણેલા પણ છે. વધુમાં આરોપી પ્રાણ પ્રિયાના પિતાની મેડિકલ કારણ પણ મુકવામાં આવ્યું. તે પણ કોર્ટે માન્ય રાખ્યું નથી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટેને આરોપીની વધારે રિમાન્ડ 27 નવેમ્બર બપોરે 1 વાગ્યા સુધીના મંજુર કર્યા.


લોકો નાટકબાજ કાંતિ મુછડિયામાં વ્યસ્ત અને અહીં ખેડૂતોએ જીવતા સમાધી લીધી !


અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ માટે 5 મુરતીયાઓએ ઠોકી દાવેદારી !


અમદાવાદના હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાંથી બે યુવતીઓ ગુમ થવાનો વિવાદ મામલો બંને યુવતીઓના પિતા જનાર્દન શર્માએ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે બંને આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી. અગાઉ આ મામલે કોર્ટે વધુ દોઠ દિવસના રિમાન્ડ મજુર કર્યા છે. ત્યાર બાદ વધારે સુનાવણી હાથ ધરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube