હાર્દિકને ‘કોંગ્રેસ’ મળ્યું, પણ પાટીદાર આંદોલન સમયે ઘાયલ યુવાનનું આખું જીવન વિખેરાઈ ગયું
પાટીદાર અનામત અનંદોલનના હબ એવા મહેસાણામાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાંની સાથે જ આજે પાટીદાર સમાજમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થવા ગયું છે. એક તરફ દિગ્ગજ નેતા બનવાની લ્હાયમાં પાટીદાર સમાજનો ઉપયોગ હાર્દિકે કર્યાનો આક્ષેપ મહેસાણાના મૃતક પરિવારો અને ઘાયલ પરિવારોએ કર્યો છે. બીજી તરફ આજે પરિવારની આંખો તેમના મૃતક અને ઘાયલ પરિવારના સભ્યના ફોટા જોતા છલકાઈ આવે છે. હાર્દિક પટેલ દ્વારા પાટીદાર સમાજનો ઉપયોગ કરાયો. હાર્દિક પટેલે એનું ઘર ભર્યું છે. આ વાક્ય છે મહેસાણાના પાટીદાર અનામત આંદોલનના મૃતક પરિવારના. ગઈકાલે વિધિસર રીતે કોંગ્રેસમા જોડાયેલ હાર્દિકને લઈને આજે મહેસાણામાં રોષ જોવા મળી રહ્યો છે.
તેજસ દવે/મહેસાણા :પાટીદાર અનામત અનંદોલનના હબ એવા મહેસાણામાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાંની સાથે જ આજે પાટીદાર સમાજમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થવા ગયું છે. એક તરફ દિગ્ગજ નેતા બનવાની લ્હાયમાં પાટીદાર સમાજનો ઉપયોગ હાર્દિકે કર્યાનો આક્ષેપ મહેસાણાના મૃતક પરિવારો અને ઘાયલ પરિવારોએ કર્યો છે. બીજી તરફ આજે પરિવારની આંખો તેમના મૃતક અને ઘાયલ પરિવારના સભ્યના ફોટા જોતા છલકાઈ આવે છે. હાર્દિક પટેલ દ્વારા પાટીદાર સમાજનો ઉપયોગ કરાયો. હાર્દિક પટેલે એનું ઘર ભર્યું છે. આ વાક્ય છે મહેસાણાના પાટીદાર અનામત આંદોલનના મૃતક પરિવારના. ગઈકાલે વિધિસર રીતે કોંગ્રેસમા જોડાયેલ હાર્દિકને લઈને આજે મહેસાણામાં રોષ જોવા મળી રહ્યો છે.
મહેસાણા એ પાટીદાર અનામત આંદોલનનું હબ હતું. આ આંદોલનમાં મોઢેરા ચાર રસ્તા પાસે અન્ય એક યુવક પ્રતીક પટેલને માથા પર ગંભીર ઇજા થઈ હતી. આ ઘટના ચાર વર્ષ બાદ પણ આજે પ્રતીકના પરિવારની હાલત કફોડી થઈ છે. પાટીદાર સમાજમાં હાર્દિકને લઈને વિરોધ શરુ થયો છે. હાર્દિકના એક સમયના સાથીદાર લાલજી પટેલ દ્વારા પણ હાર્દિક પટેલ પર નિશાન તાક્યું હતું. જોકે મહેસાણાના તિરુપતિ સોસયટીમાં રહેતા આંદોલનમાં ભાગ લેનાર પ્રતીક પટેલનો પરિવાર અનામત આંદોલન પહેલા સારું જીવન જીવતા હતા. આ પરિવારમાં પિતા-માતા-પુત્ર અને તેની તેમની પત્ની અને પુત્રી એમ પાંચ લોકો સુખેથી રહેતા હતા. પણ 25 ઓગસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં તોફાનો શરૂ ગયા અને પ્રતિક બહાર પોતાના કામ માટે નીકળ્યા હતા. એ જ સમયે તેમને માથામાં એક ગોળી વાગી હતી. તેમનું સંપૂર્ણ જીવન બદલાઈ ગયું છે. તેમનો જીવ તો આ ગોળીથી બચી ગયો, પરતું પરિવાર આખું બરબાદ થઈ ગયું. ગોળી વાગ્યા બાદ પરિવારને સરકાર અને પાટીદાર સમાજમાંથી સારી એવી સહાય મળી હતી. પરંતુ એ વાતને ચાર વર્ષ વિતતા હાલ તેમને કોઈ પણ જાતની સહાય મળી રહી નથી. પ્રતિકના પરિવારને હાલ મહીને 25,૦૦૦ જેટલો દવાનો ખર્ચ થાય છે. પરતું તેમાંથી તેમને કોઈ સહાય હાલ મળતી નથી. જેને લઈને પરિવારે હાર્દિક પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યા છે.
પ્રતીકના પરિવાર સાથે જ્યારે આ વિશે વાત કરી ત્યારે તેમના માતાપિતાના આંખમાં આંસુ આવી ગયા હતા. તેઓએ જણાવ્યું કે, અમને એમ હતું કે અમારો દીકરો અમારી વૃદ્ધ અવસ્થામાં અમારો સહારો બનશે. પરંતુ હાલ અમે તેનો સહારો બન્યા છીએ. તે હાલ કોઈ પણ કામ જાતે કરી શકતો નથી. હજી તેનું એક ઓપરેશન બાકી છે. પરંતુ રૂપિયાની તંગીને કારણે અમે કરાવી શક્તા નથી. 26 ઓગસ્ટ 2015ના દિવસે જે બન્યું ત્યાર બાદ અમારું જીવન ખરાબ થઇ ગયું. જે હાર્દિક અમારા દીકરાને પોતાનો ભાઈ માનતો હતો, તે એને મળવા પણ નથી આવ્યો. ના કોઈ સહાય કરી છે. આ પરિવારે કહ્યું કે, જો હાર્દિક મહેસાણા આવશે તો અમે તેનો વિરોધ કરીશું અને તેણે મહેસાણામાં ઘૂસવા નહિ દઈએ.