અતુલ તિવારી/અમદાવાદ: આવતીકાલથી (09 ફેબ્રુઆરી) ધોરણ 10 બોર્ડનાં વિદ્યાર્થીઓની પ્રિ - બોર્ડ પરીક્ષા લેવામાં આવશે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરાયુ છે. સવારે 7.30 વાગે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાશે. સવારે 8 વાગ્યાથી 11.15 સુધી પરીક્ષા યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકાર સામે બિલ્ડરો અને એસ્ટેટગ્રુપ બાથ ભીડવા તૈયાર! લીધો મોટો નિર્ણય


મહત્વનું છે કે, ધોરણ 10નાં વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ભય દૂર થાય, ભયમુક્ત બની બાળકો પરીક્ષા આપી શકે તે હેતુથી પ્રિ -બોર્ડ પરીક્ષા લેવાશે. પહેલીવાર બોર્ડની પરીક્ષા પહેલા બોર્ડની પરીક્ષા પદ્ધતિ મુજબ પરીક્ષાનું આયોજન કરાઇ રહ્યું છે. બોર્ડની જેમ જ વિદ્યાર્થીઓને પ્રવેશ પત્ર આપવામાં આવ્યો છે. તમામ શાળાઓમાં એક સરખા પેપર રહેશે. ધોરણ 10માં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી એમ ત્રણ વિષયની પરીક્ષા લેવાશે. 


ગુજરાતમાં આ શું થવા બેઠું છે? પરસેવો છોડાવી દે તેવી અંબાલાલ પટેલની 'ઘાતક' આગાહી


તમને જણાવી દઈએ કે, પરીક્ષાના પેપર DEO કચેરી તરફથી તમામ શાળાઓને પહોંચાડી દેવાયા છે. અમદાવાદના 45 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા DEO નિકોલ ખાતેની શાળાએ ઉપસ્થિત રહેશે.