Ambalal Patel forecast: અંબાલાલ પટેલની સૌથી 'ઘાતક' આગાહી; આ તારીખો નોંધવી હોય તો નોંધી લેજો, ગુજરાતમાં છે મોટું જોખમ!

weather forecast 2023: સામાન્ય રીતે ગુજરાતીઓની એવી માન્યતા હોય છે કે ઉત્તરાયણ અને મહાશિવરાત્રિ બાદ સામાન્ય કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ગતિ તેજ હોવાથી લોકો ઠંડીથી રાહત મેળવવા સ્વેટર પહેરીને બહાર નીકળવા મજબૂર બન્યા છે.

Ambalal Patel forecast: અંબાલાલ પટેલની સૌથી 'ઘાતક' આગાહી; આ તારીખો નોંધવી હોય તો નોંધી લેજો, ગુજરાતમાં છે મોટું જોખમ!

Gujarat Weather 2023: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 5 દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે. સવારે ઠંડી અને બપોરે ગરમી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ બેવડી ઋતુનો અહેસાસ થશે. અમદાવાદ-ગાંધીનગરમાં 15થી 20 ડિગ્રી તાપમાન રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે બેવડી ઋતુ રહેશે. ભર શિયાળે ઉનાળાનો લોકોએ સામનો કરવો પડશે. ભર શિયાળે ઉનાળાનો રાજ્યના લોકોએ સામનો કરવો પડશે. કચ્છ નલિયામાં 10 ડિગ્રી સુધી તાપમાન રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બેવડી ઋતુનો વર્તારો રહેશે. જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમી રહેશે.

સામાન્ય રીતે ગુજરાતીઓની એવી માન્યતા હોય છે કે ઉત્તરાયણ અને મહાશિવરાત્રિ બાદ સામાન્ય કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ગતિ તેજ હોવાથી લોકો ઠંડીથી રાહત મેળવવા સ્વેટર પહેરીને બહાર નીકળવા મજબૂર બન્યા છે. જોકે બીજી બાજુ હવે આગામી દિવસોમાં ઠંડીથી થોડી રાહત મળશે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે.

શું કહે છે અંબાલાલની આગાહી?
ગુજરાતમાં ફરી માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી કરી છે. 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠું પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. ત્યારે આ માવઠું ફરી એકવાર ખેડૂતો માટે મુસીબતોનું માવઠું બની રહેશે. જાન્યુઆરી મહિનાના અંતમાં આવેલા માવઠાએ ખેડૂતોને બરબાદ કર્યા. ઠંડીમાં પાકેલો પાકને નુકસાની સહન કરવી પડી. ત્યારે ફરી એકવાર આવી રહેલું માવઠું ખેડૂતોને રાત પાણીએ રડાવશે.

 

અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું કે, તારીખ 22-26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. 26 એપ્રિલથી 45 ડિગ્રી ઉપર તાપમાન રહેવાની શક્યતા છે. તો ગરમ પવનો વધવાની પણ શક્યતા છે. આ વર્ષે ઠંડીએ ગુજરાતીઓના ભુક્કા બોલાવી દીધા. વર્ષો બાદ ગુજરાતીઓએ આવી કાતિલ ઠંડી અનુભવી છે. ત્યારે માંડ હવે ઠંડીથી રાહત મળી છે. ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના અંતમાં માવઠુ પડ્યુ હતું, ત્યારે ગુજરાતમાં ફરી માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી કરાઈ છે. 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. 

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 2023નો ઉનાળો આકરો બની રહેશે. તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. વાદળછાયું વાતાવરણ રહેશે. 19/20 ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે. મહત્તમ તાપમાન એ સમયે 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. 22-26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાંની શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. 26 એપ્રિલથી 45 ડિગ્રી પર તાપમાન રહેવાની શક્યતા છે. ગરમ પવન વધવાની પણ શક્યતા છે. 

ઉનાળાની કરી આવી આગાહી
પરંતુ જો તમે વિચારતા હશો કે, હવે ઉનાળો સારો જાય તો સારું, તો તમે ખોટા છે. કારણ કે આ વર્ષે  ઉનાળો આકરો બની રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ કડકડતી ઠંડી બાદ હવે ઉનાળાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, 2023 નો ઉનાળો આકરો બની રહેશે. તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 19-20 ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે. મહત્તમ તાપમાન  એ સમયે 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. 

શું કહે છે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રવાસીઓને કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે. ચાલું સિઝનમાં ત્રણ-ત્રણ ઋતુનો અનુભવ થયો છે. ભરશિયાળે ચોમાસા બાદ હવે ગરમીમાં અકળાવાનો વારો આવ્યો છે. 13મી ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય-પૂર્વ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન વધવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં ફેબ્રુઆરી તારીખ 13થી મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. 20થી 25 ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી તારીખ 27, 28માં પણ હવમાનમાં પલટો આવશે. માર્ચ તારીખ 4થી ગરમી વધશે તો 12, 13 માર્ચમાં હવામાન પલટાય એવી આગાહી કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news