કેતન બગડા/અમરેલી : અમરેલી અને લિલિયા વિસ્તારમાથી પસાર થતી શેત્રુંજી નદીના પટમાં 35 જેટલા સિંહ પરીવારો વિચરણ કરી રહ્યા છે. આ નદીનો પટ સિહોનું કાયમી રહેઠાણ બની ગયું છે. આ સિવાય કાંઠાના બાવળોની ઝાડીઓમાં પણ સિંહોની અવરજવર રહે છે. આ સંજોગોમાં ચોમાસા દરમિયાન સિંહોની સલામતી જોખમાય નહી એ માટે વન વિભાગ દ્વારા ખાસ આયોજન કરી માઉંટ બનાવવાનો નવતર પ્રયોગ કરવામા આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેત્રુંજી નદીમાં બે વર્ષ પહેલા પુરપ્રકોપના કારણે હજારો પશુઓ તણાઇને મોતને ભેટ્યા હતા. આમાં નવ જેટલા સિહોંના પણ તણાઇ જવાને કારણે મૃત્યુ થયા હતા. આ સંજોગોમાં અમરેલી વન વિભાગ દ્વારા આ વિસ્તારોમાં સિહોની સલામતી માટે ચાર જેટલા માઉંટ બનાવવામા આવ્યા છે અને ત્રણ ટુકડીઓ સતત દેખરેખ રાખી રહી છે.  


અમરેલી રેંજ દ્વારા સિહોની સલામતી માટે પ્રિ મોન્સુન પ્લાનમાં માઉંટ બનાવાયા છે ત્યારે આ પ્લાન અને નવતર પ્રયોગ સિંહોને બચાવવામા કેટલો કારગત નિવડે છે તે તો આવનારો સમય જ બતાવશે.


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...