હરિન ચલીહા/ દાહોદ: ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલના મોત મામલે કાઉન્સિલર હિરેન પટેલના મોતનો ભેદ ઉકેલાતા ઝાલોદમાં માહોલ ગરમાયો છે. કાઉન્સિલર હિરેન પટેલની પુર્વઆયોજીત હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હત્યારાનું નામ ખુલતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો આ ઉપરાંત ગ્રામજનો સ્વૈચ્છિક બંધ પાળી બંધ પાળી રેલી સ્વરૂપે રોડ ઉપર ઉતર્યા હતા. આરોપીના નામના હાય હાયના નારા સાથે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જીલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- વડોદરાની સેન્ટ્રલ જેલમાં થઈ કુખ્યાત ખંડણીખોર અજ્જુ કાણિયાની હત્યા


ઝાલોદ ન.પાના કાઉન્સિલર હિરેન પટેલની પુર્વઆયોજીત કરવામાં હત્યા આવી હતી. ગુનેગારો દ્વારા હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો. દાહોદ એલ.સી.બી પોલીસ, ગોધરા રેન્જની સાયબર ક્રાઈમ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. કાઉન્સિલર હીરેન પટેલની હત્યા કરવામાં ઝાલોદના અજય કલાલ, 2002માં ગોધરા રેલ્વે હત્યા કાંડનો આરોપી ઈરફાન સીરાજ પાડા, રાજસ્થાનના મહીદપુરનો સજજ્નસીંહ ચૌહાણના નામ સામે આવ્યા હતા.


આ પણ વાંચો:- મગફળી ખરીદી મુદ્દે રાજ્ય સરકારનો કેબિનેટ બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય


કાઉન્સિલર હિરેન પટેલની હત્યા કરવામાં રાજકીય કારણ સામે આવ્યું છે. હિરેન પટેલની હત્યા કરાવવા અજય કલાલે 4 લાખ રૂપિયાની સોપારી આપી હતી. કાઉન્સિલરની હત્યામાં હજી પણ મોટા માથાના ખુલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હત્યારાનુ નામ ખુલતા ગ્રામજનોમા આક્રોશ જોવા મળ્યો હતો.


આ પણ વાંચો:- 15 ઓક્ટોબરથી ફરી એકવાર શરૂ થશે થિયેટર, આ રીતે કરવામાં આવશે સીટિંગ વ્યવસ્થા


તેમજ ગ્રામજનો સ્વૈચ્છિક બંધ પાળી બંધ પાળી રેલી સ્વરૂપે રોડ ઉપર ઉતર્યા હતા. આરોપીના નામના હાય હાયના નારા સાથે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જીલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube