`નવ` દુર્ગાનું અવતરણ: નવરાત્રિના પ્રથમ નોરતે એક સાથે નવ લક્ષ્મી પધાર્યા
આસો નવરાત્રિના પ્રથમ નોરતે જાણે એવું લાગતું હોય કે હોસ્પિટલમાં સાક્ષાત નવદુર્ગાનું અવતરણ થયું હોય તેઓ માહોલ સર્જાયો હતો, અને વધુમાં ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર ચિરાગ ઠુમર દ્વારા જણાવવામાં આવ્યું હતું..
ગૌરવ દવે/રાજકોટ: નવલી નવરાત્રિનું આગમન થઈ ચૂક્યું છે અને આજે બીજું નોરતું છે. ત્યારે શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે આસો નવરાત્રિના પ્રથમ નોરતે હોસ્પિટલમાં જે નવી બિલ્ડિંગનું ખાર્તમુહર્ત થોડા જ સમય પહેલા કરવામાં આવેલ હતું, તે બિલ્ડીંગમાં સ્ત્રીઓ તથા બાળકોનો વિભાગ હાલ કાર્યરત કરી નાખવામાં આવ્યો છે.
તેમજ અગાઉ પણ પોતાની નિપુણતા છે કે જટિલમાં જટિલ ઓપરેશનને પાર પાડનાર ડોક્ટર ચિરાગ ઠુંમર દ્વારા આસો નવરાત્રિના પ્રથમ નોરતે શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે 11 ડિલેવરીઓ કરાવવામાં આવી હતી. જેમાં 2 દીકરાઓને 9 બાળકો એ દીકરીઓ હતી.
આસો નવરાત્રિના પ્રથમ નોરતે જાણે એવું લાગતું હોય કે હોસ્પિટલમાં સાક્ષાત નવદુર્ગાનું અવતરણ થયું હોય તેઓ માહોલ સર્જાયો હતો, અને વધુમાં ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર ચિરાગ ઠુમર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આયુષ્માન ભારત યોજના અંતર્ગત રામ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી તેમજ નોર્મલ ડિલિવરીઓ કરાવવામાં આવે છે જે યોજના અંતર્ગત દર્દીને કોઈપણ જાતની ખર્ચ વગર જ પોતાની સારવાર સારી ગુણવત્તા સહિત મળી રહે છે.
તેમજ આ 11 બાળકો ના માતા પિતાએ ગોલ્ડમેડાલિસ્ટ ડોક્ટર ચિરાગ ઠુંમરને ખૂબ આશીર્વાદ પાઠવ્યા હતા અને આગળ પણ હજુ સતત અને સતત લોકોની પીળાની સારામાં સારી સારવાર કરી શકે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube