રોજા રાખી 4 મહિનાની ગર્ભવતી નર્સ કરે છે દર્દીઓની સેવા, કહ્યું-આ જ મારી સાચી ઈબાદત
- ડ્યુટી વિશે તેઓ કહે છે કે, હુ મારી નર્સની ડ્યુટી કરી રહી છું. હું લોકોની સેવા કરવાને જ સાચી ઈબાદત માનું છું. કોરોનાની શરૂઆતથી જ હું ફરજ બજાવુ છે. ડર નથી લાગતો
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના મહામારીમાં લાખો લોકોની સંખ્યામાં લોકો બીમાર છે. તેમની સારવાર માટે ડોક્ટરો અને નર્સની ટીમ ખડેપગે ફરજ બજાવી રહી છે. આ ફ્રન્ટલાઈન વોરિયર્સ કેવી પરિસ્થિતિમાં કામ કરે છે તેની કોઈને ખબર હોતી નથી. સુરતમાં એક નર્સ 4 મહિનાથી પ્રેગનેન્ટ છે. તેમજ તેઓ રોજ રોજા રાખે છે. આવી સ્થિતિમાં તેઓ કોરોનાના દર્દી વચ્ચે ડ્યુટી બજાવે છે.
આરોગ્ય કમિશનરનો આદેશ, તમારી સરકારી-ખાનગી હોસ્પિટલો ઓક્સિજનના વપરાશનો રેકોર્ડ રાખે
સુરતના કોવિડ કેર સેન્ટરમાં નર્સ નેન્સી આયેશા મિસ્ત્રી હાલ કોરોનાના દર્દીઓની સારવારમાં વ્યસ્ત છે. જ્યારે કે તેઓ ખુદ 4 મહિનાથી પ્રેગનેન્ટ છે, સાથે જ રમઝાન ચાલતી હોવાથી તેઓ રોજ રોજા પણ રાખે છે. પોતાની આ ડ્યુટી વિશે તેઓ કહે છે કે, હુ મારી નર્સની ડ્યુટી કરી રહી છું. હું લોકોની સેવા કરવાને જ સાચી ઈબાદત માનું છું. કોરોનાની શરૂઆતથી જ હું ફરજ બજાવુ છે. ડર નથી લાગતો, દર્દીઓની સંભાળ રાખીને જે દુઆ મળે છે તે મારા અને મારા દીકરા માટે સારું છે.
સયાજી હોસ્પિટલમાં 4 કલાક ઓક્સિજન ખૂટતા અફરાતફરી, વિનોદ રાવે સુપરીટેન્ડન્ટને ખખડાવ્યા
29 વર્ષની આ નર્સ અલથાણાના કોવિડ સેન્ટરમાં સતત 8 થી 10 કલાક કામગીરી કરે છે. તેઓ આવામાં ઘર અને હોસ્પિટલ બંનેની બેવડી જવાબદારી નિભાવે છે. અટલ સંવેદના કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવે છે.