ચેતન પટેલ/સુરત :સુરત આજે એક ગર્ભવતી મહિલા માટે ફાયર વિભાગના જવાનો દેવદૂત બની પહોંચી ગયા હતા. સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી ખાડી પૂરના કારણે અનેક વિસ્તારોમાં બે થી ત્રણ ફુટ પાણી ભરાયા છે. આવી પરિસ્થિતિ વચ્ચે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતી મુસ્લિમ ગર્ભવતી યુવતીને પ્રસવપીડા ઉપડી હતી. આ મહિલા આવી હાલતમાં હોસ્પિટલ જવા માટે નીકળી હતી. પરંતુ બે થી ત્રણ ફૂટ જેટલું પાણી હોવાના કારણે તેમની મદદ કરવા ફાયર વિભાગના જવાનો પહોંચ્યા હતા. પરંતુ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર પણ બેથી ત્રણ ફૂટ જેટલું પાણી હોવાના કારણે ફાયર વિભાગના જવાનો પોતાના હાથની સાંકળ બનાવી મહિલાને બેસાડીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી હતી.


બહુ ગાજેલા પારૂલ યુનિવર્સિટીમાં રેપકાંડના આરોપી જયેશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં ખાડી પૂરના કારણે હજી પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સમસ્યા જોવા મળી રહી છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આજે મુસ્લિમ ગર્ભવતી મહિલા માટે ફાયર વિભાગના જવાનો દેવદૂત બનીને જાણે પહોંચી ગયા હતા. મહિલાને અચાનક જ પ્રસવપીડા થતા પોતાની માતાની સાથે હોસ્પિટલ જવા નીકળી હતી. પરંતુ હોસ્પિટલના આસપાસના વિસ્તારમાં બેથી ત્રણ ફૂટ જેટલું પાણી હોવાના કારણે હોસ્પિટલ સુધી પહોંચવાની મુશ્કેલી થઈ રહી હતી. આ પરિસ્થિતિ વચ્ચે બોટ લઈ ફાયર વિભાગના જવાનો તેમની મદદ કરવા પહોંચી ગયા હતા. તેમને બોટમાં બેસાડી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલની બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પણ બે ફૂટથી વધુ પાણી હોવાના કારણે ગર્ભવતી મહિલા ઉતરી શકે એવી પરિસ્થિતિ ન હતી.


અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, રાજ્યમાંથી મોડું વિદાય લેશે ચોમાસું


પર્વત પાટિયાના આયુષ પ્રસુતિ ગૃહ આ બિલ્ડીંગના ચોથા માળે આવેલ છે. જ્યારે આ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાતા પ્રસુતિ ગૃહ સુધી પહોંચવાની મુશ્કેલી થઈ રહી હતી. ગર્ભવતી મહિલા બોટથી કઈ રીતે ઉતરી હોસ્પિટલ સુધી પહોંચશે આ મોટો પ્રશ્ન સર્જાયો હતો. મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડનાર ફાયર વિભાગના જવાનોએ એકબીજાના હાથથી સાંકળ બનાવી મહિલાને તેની ઉપર બેસાડીને સુરક્ષિત હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી પૂર જેવી સ્થિતિમાં ફાયર વિભાગ લોકોનો રેસ્ક્યુ અને જીવ બચાવવાનો કાર્ય કરી રહ્યા છે. સતત ૨૪ કલાક કાર્યરત ફાયર વિભાગના જવાનો ફરી એક વખત લોકો માટે દેવદૂત સાબિત થયા છે.


ઓગસ્ટ પૂરો થાય એ પહેલા જ ગુજરાતમાં 100% વરસાદ, ક્યાંક સેન્ચ્યુરી તો ક્યાંક ડબલ સેન્ચ્યુરી...


સુરતમાં કોઈલી ખાડી પણ ઓવરફ્લો થઈ છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. બે દિવસથી સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ છે. તો લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં બીજા દિવસે પણ પાણી છે. મીઠી ખાડીમાં કમર સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યાં છે. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મીઠીખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી. 3 દિવસ પહેલા જ પાણી ઓસર્યા હતા. ત્યારે આજે ફરીથી પાણી ભરાયા છે. 


ગુજરાતના મહત્વના સમાચાર :


ઓગસ્ટ પૂરો થાય એ પહેલા જ ગુજરાતમાં 100% વરસાદ, ક્યાંક સેન્ચ્યુરી તો ક્યાંક ડબલ સેન્ચ્યુરી...


અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, રાજ્યમાંથી મોડું વિદાય લેશે ચોમાસું


બહુ ગાજેલા પારૂલ યુનિવર્સિટીમાં રેપકાંડના આરોપી જયેશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું 


પાલખના 20 હતા, 80 થયા... વરસાદે શાકભાજીના ભાવોને આસમાને પહોંચાડ્યા


પાટણમાં વરસાદનો કહેર, ધોળકડા ગામ સંપર્ક વિહાણુ બન્યું


24 કલાકમાં 5 વાર જામનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ફફડાટ ફેલાયો


મંજૂરી વગર અમદાવાદનું ફેમસ માણેકચોક બજાર બારોબાર શરૂ કરી દેવાયું, થયો વિવાદ