ઓગસ્ટ પૂરો થાય એ પહેલા જ ગુજરાતમાં 100% વરસાદ, ક્યાંક સેન્ચ્યુરી તો ક્યાંક ડબલ સેન્ચ્યુરી...

સરકાર પાસેથી મળેલા લેટેસ્ટ આંકડા અનુસાર, અત્યાર સુધી સીઝનનો 106.78 ટકા વરસાદ ગુજરાતમાં વરસી ચૂક્યો છે

ઓગસ્ટ પૂરો થાય એ પહેલા જ ગુજરાતમાં 100% વરસાદ, ક્યાંક સેન્ચ્યુરી તો ક્યાંક ડબલ સેન્ચ્યુરી...

ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત સાર્વત્રિક વરસાદથી તરબોળ બની ગયું છે. ઓગસ્ટ મહિનાના અંત પહેલા જ રાજ્યમાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સરકાર પાસેથી મળેલા લેટેસ્ટ આંકડા અનુસાર, અત્યાર સુધી સીઝનનો 106.78 ટકા વરસાદ ગુજરાતમાં વરસી ચૂક્યો છે. રાજ્યના અનેક જિલ્લા તાલુકામાં વરસાદે સેન્ચુરી ફટકારી છે. તો કચ્છમાં વરસાદે ડબલ સેન્ચુરી ફટકારી છે. કચ્છમાં સીઝનનો 213.57 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં થયેલ વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર સહિત 206 જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમમા હાલ ૨,૩૨,૭૧૯ એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ સંગ્રહ શક્તિના ૬૯.૬૬ ટકા જેટલો થયો છે. 

રાજ્યમાં આ વર્ષે ઓગસ્ટમાં જ 100 ટકાથી વધારે વરસાદ થઇ ગયો છે. 2019માં કુલ સરેરાશ વરસાદ 146 ટકા હતો, 2017માં 112 ટકા હતો. 2018માં 76 ટકા હતો. છેલ્લા 4 વર્ષમાં 3 વર્ષ 100 ટકાથી વધુ વરસાદ થયો છે. ત્યારે જો આગામી સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ વરસશે તો આ ટકાવારી હજી વધી શકે છે. 

વરસાદે ડબલ સેન્ચ્યુરી ફટકારી હોય તેવા 2 જિલ્લા છે. દેવભૂમિ દ્વારકા અને કચ્છ  જિલ્લામાં 200 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે દ્વારકાના ભાણવડ તાલુકો અને કચ્છનો માંડવી તાલુકો એવો છે, જ્યાં સીઝનનો 300 ટકાથી વધુ વરસ્યો છે. 

  • દેવભૂમિ દ્વારકામાં 281.40 ટકા વરસાદ

ભાણવડ            321.27
ખંભાળીયા            299.02
કલ્યાણપુર             252.16
દ્વારકા             247.29

  • કચ્છ જિલ્લામાં કુલ વરસાદ 213.57

માંડવી          325.73
ભુજ            258.83
અંજાર            248.89
મુન્દ્રા            238.89
નખત્રાણા            196.87
અબડાસા            184.22
ભચાઉ            183.20
ગાંઘીધામ            182.42
લખપત            165.39
રાપર            144.75

વરસાદે સેન્ચ્યુરી ફટકારી હોય તેવા અનેક જિલ્લા છે. પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, ગીર સોમનાથ, પાટણ, સુરત, ભરૂચ અને આણંદ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. આ જિલ્લાના વિવિધ તાલુકાના વરસાદ પર એક નજર 

  • પોરબંદરમાં 189.62 ટકા વરસાદ 

રાણાવાવ            196.30
કુતિયાણા            187.53
પોરબંદર            184.52

  • જામનગરમાં કુલ 175 ટકા વરસાદ

કાલાવાડ            211.98
જામજોધપુર         211.70
જોડીયા            182.19
લાલપુર             177.45
ધ્રોલ            156.43
જામનગર         120

  • મોરબીમાં 166.28 ટકા વરસાદ 

ટંકારા            192.75
મોરબી            184.04
વાકાનેરા            179.45
હળવદ             133.76
માળીયામીયાણા        125.92

  • રાજકોટમાં 141.13 ટકા વરસાદ

ગોંડલ            194.26
જામકંડોરણા        174.54
લોધીકા            158.13
ધોરાજી            153.63
પડધરી            147.55
કોટડા સંધાણી        135.46
જેતપુર            132.76
ઉપલેટા            128.10
રાજકોટ            126
જસદણ            110.66

  • અમરેલીમાં 135.56 ટકા વરસાદ

વાડીયા            161.47
ખાંભલા            156.05
રાજુલા            154.61
જાફરબાદ            151.25
બગસરા            146.37
અમરેલી            131.57
લાલીયા            131.03
સાવરકુંડલા        130.31
બાબરા            117.51
લાઠી            109.50

  • જુનાગઢમાં કુલ 135.45 ટકા વરસાદ

માણાવદર        161.36
ભેસાણ            160.68
કેશોદ            141.77
વંથલી            133.14
માળીયા            130.48
મંદરડા            124.60
જુનાગઢ            120.13
માંગરોળ            115.63

  • સુરેન્દ્રનગરમાં કુલ 125.62 ટકા વરસાદ

વઢવાણ            168.21
લખતર             157.95
લિંમડી            126.71
ચુડા            120.87
સાયલા            119.91
ચોટીલા            116.67
મુળી            115.17
દસાડા            114.38
થાનગઢ            101.17

  • બોટાદ જિલ્લામાં 125.21 ટકા વરસાદ

ગઢ઼ડા            209.13
બોટાદ            133.71

  • ગીરસોમનાથ જિલ્લામાં 124.10 ટકા વરસાદ 

સુત્રાપાડા            142.28
તલાલા            135.44
વેરાવળ            126.31
કોડીનાર            124.88
ગીરસોમનાથ        118.27
ઉના            106.14

  • પાટણ જિલ્લામાં કુલ 123.74 ટકા વરસાદ 

પાટણ            151.87
હારીજ            144.71
સરસ્વતિ            132.28
સિધ્ધપુર            126.97
રાધનપુર         123.03
સમી            111.96
ચાણસ્મા            102.22
સાંતલપુર         100.02

  • સુરત જિલ્લામાં 121  ટકા વરસાદ

ઉમરપાડા            179.39
ચોર્યાસી            129.48

  • ભરૂચ જિલ્લાનો 114.05 ટકા વરસાદ

નેત્રંગ            184.98
વાલીયા            150.97
અંકલેશ્વર             127.46
અમોદ            119.81
વાગરા            109.17
હાંસોટ            102.27

  • આણંદ જિલ્લાનો કુલ વરસાદ 108.86 ટકા 

તારાપુર            144.94
આણંદ            136.97
ખંભાત            122.76
પેટલાદ            116.84
સોજીત્રા            113.38
બોરસદ            106.81

ગુજરાતમાં કેટલાક જિલ્લા એવા છે, જેમાં સમગ્ર જિલ્લામાં 100 ટકા વરસાદ વરસ્યો નથી, પણ જિલ્લાના કેટલાક તાલુઓમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આવા તાલુકાઓનો આંકડો પણ મોટો છે. જોઈએ, આવા કયા તાલુકા છે જેમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.  

  • મહેસાણાના ત્રણ તાલુકામાં 100 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જેમાં મહેસાણામાં 122.46 ટકા, કડીમાં 117.34 ટકા અને ઉંઝામાં 107.06 ટકા વરસાદ નોંધાયો છે. 
  • ખેડા જિલ્લાના બે તાલુકામાં 100 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જેમાં નડિયાદમાં 126.85 ટકા, માતરમાં 107.86 ટકા અને મહુધામાં 106.71 વરસાદ નોંધાયો છે. 
  • બનાસકાંઠાના બે તાલુકામાં 100 ટકા કરતાં વધારે વરસાદ પડ્યો છે. જેમાં દિયોદરમાં 113.56 ટકા, ભાભરમાં 107.63 ટકા વરસાદ
  • તાપીના બે તાલુકામાં 100 ટકા કરતાં વધારે વરસાદ પડ્યો. જેમાં દોલવણમાં 116.56 ટકા, વાલોદમાં 100.96 ટકા વરસાદ
  • નવસારીના બે તાલુકામાં 100 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો, જેમાં નવસારીમાં 109.59 અને જલાલપોરમાં 107.61 ટકા
  • સાબરકાંઠાના એક તાલુકામાં 100 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો. જેમાં તલોદમાં 108.04 ટકા નોઁધાયો
  • છોટાઉદેપુરના એક તાલુકામાં 100 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો. જેમાં છોટાઉદેપુર તાલુકામાં 101.22 ટકા રહ્યો
  • વડોદરાના પાદરા તાલુકામાં 116.43 ટકા વરસાદ 
  • નર્મદાના ડેડીયાપાડા તાલુકામાં 140.74 ટકા કરતાં વધારે વરસાદ
  • વલસાડના ઉમરગામ તાલુકામાં 101.10 ટકા કરતાં વધારે વરસાદ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news