ગર્ભવતી મહિલાને અચાનક રીક્ષામાં ઉપડી પ્રસુતાની પીડા, રીક્ષા ચાલકે બચાવી બે જીંદગી
સુરતમાં એક રીક્ષા ચાલકની હિંમત અને સિવિલના ડોક્ટરની સતર્કતાને કારણે બે જિંદગી બચાવવામાં સફળતા મળી હતી. સમગ્ર ઘટના સુરતના ઉન વિસ્તારની છે. જ્યાં પૂજા નામની ગર્ભવતી મહિલાને અચાનક પેટમાં દુખાવો ઉપાડતા પરીવારજનો રીક્ષા મારફતે તેને સિવિલ હોસ્પિટલ લાવી રહ્યા હતા.
તેજશ મોદી/સુરત: સુરતમાં એક રીક્ષા ચાલકની હિંમત અને સિવિલના ડોક્ટરની સતર્કતાને કારણે બે જિંદગી બચાવવામાં સફળતા મળી હતી. સમગ્ર ઘટના સુરતના ઉન વિસ્તારની છે. જ્યાં પૂજા નામની ગર્ભવતી મહિલાને અચાનક પેટમાં દુખાવો ઉપાડતા પરીવારજનો રીક્ષા મારફતે તેને સિવિલ હોસ્પિટલ લાવી રહ્યા હતાં.
જોકે રસ્તામાંજ પૂજાને પ્રસવ પીડા વધી જતા ગર્ભમાંથી બાળક બહાર આવવા લાગ્યું હતું. આ ઘટના બનતા પરિવાર પણ ચિંતિત થયો હતો. જોકે તે સમયે રીક્ષા ચાલકે હિમંત દાખવી જેટલું ઝડપી બની શકે રીક્ષાને નવી સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. અને તેમાં તે સફળ પણ થયો હતો.
હથિયારોની હેરાફેરી: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સૌરાષ્ટ્રમાં લઇ જતા 18 હથિયાર ઝડપ્યા
જોકે બીજી તરફ સિવિલ હોસ્પીટલના સ્ટાફને આ વાત ખબર પડતા તેમને પણ તુરંત જ બાળકને ગર્ભમાંથી ખુબ સાવચેતભરી રીતે બહાર કાઢી માતા અને બાળક બંન્નેનો જીવ બચાવી લીધો હતો. સુરતની આ ઘટનામાં રિક્ષા ચાલકની સરહાનિય કામગીરીને કારણે બે લોકોની જીંદગીની બચી ગઇ છે.