અમદાવાદ : 31મી ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે નિર્માણ પામેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થાય છે. જેની ઉજવણી પીએમ મોદીની ઉપસ્થિતિમાં આગામી 31મી ઓકટોબર 2019ના રોજ કેવડિયા ખાતે થવાની છે. આ ઉજવણી બાદ પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આકાર પામી રહેલ અન્ય પ્રોજેક્ટોનું પણ લોકાર્પણ કરશે. આ તમામ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા અને કેટલાક પ્રકલ્પો નું લોકાર્પણ કરવા સીએમ રૂપાણી કેવડિયા ખાતે આવી પહોંચ્યા હતા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીશ્રી બન્યા જામનગરના મહેમાન: દેશની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીમાં કર્યું ભગવાન ધનવંતરીનું પુજન


વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી 31 ઓક્ટોબરના રોજ કેવડિયાના મહેમાન બનવાના છે. જો કે વડાપ્રધાન જે પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવાનાં છે તેની કામગીરી અને તૈયારી ચકાસવા માટે મુખ્યમંત્રી કેવડિયા પહોંચ્યા હતા. આ ઉપરાંત કેટલાક અન્ય પ્રોજેક્ટનું તેમણે લોકાર્પણ કર્યું હતું. જેમાં એકતા દ્વાર, સરદાર સરોવર રિસોર્ટ અને પ્રવાસીઓના રોકાણ વ્યવસ્થા માટે બંનાવમાં  આવેલ રેસ્ટોરન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુખ્ય સચિવ જે.એન.સીંધ પણ હાજર રહ્યા હતા. પ્રવાસીઓ જ્યાં રહી શકે તે કોલોનીને એકતા નગર નામ આપવામાં આવ્યું છે. પ્રવાસીઓ માટે હાલમાં 40 જેટલા રૂમોનું લોકાર્પણ કરવામા આવ્યુ છે. પ્રોજેકટ નું કામ હવે  અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. વહીવટી તંત્ર પણ હવે વિવિધ કામો પૂર્ણ કરવામાં તનતોડ મહેનત કરી રહ્યું છે. આગામી દિવસોમાં  1000 હજાર પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ વિવિધ લોકાર્પણો કરી પ્રવાસીઓ માટે રહેવાની ઉત્તમ સુવિધા ગણાવી હતી.


અમદાવાદ: 800 કરોડના ખર્ચે નિર્મિત વિકાસકાર્યોનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ


ગુજરાત: છેલ્લી ઘડીએ ખરીદી માટે પડાપડી, બજારમાં ગ્રાહકોની ભીડ


અનેક નવા પ્રોજેક્ટ પૈકી અહીં જંગલ સફારી એક વિશિષ્ટ સફારી હશે. જેમાં દેશ વિદેશના પશુ પક્ષીઓ હશે તેની પણ મુલાકત લઇ સીએમ એ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું સાથે જ અહીં તળાવ ન-3 માં બોટિંગ ની સુવિધા શરૂ કરવામાં આવી છે ત્યાં વિજયભાઈ રૂપાણીએ અધિકારીઓ સાથે બોટિંગ પણ કર્યું હતું. તેની બાજુમાંજ તેઓ એક પછી એક પ્રોજેક્ટોની કામગીરીનું નિરીક્ષણ કરતા કરતા સાયકલિંગના એક ગ્રૂપને સાયકલિંગ કરવા લિલી ઝંડી આપી હતી.દરમિયાન સાયકલિંગની એ ટિમ પૈકીના એક સભ્યએ રૂપાણીને પણ સાયકલિંગ કરવા આગ્રહ કર્યો હતો. રૂપાણીએ પણ એમના આગ્રહને માન આપી સાયકલિંગ કર્યું હતું. કેવડિયા એકતા નગર બને અને અહીં વધુ ને વધુ સ્થાનિક રોજગારી મળે તે માટે સરકાર પ્રયત્નશીલહોવાનું પણ તેઓ એ જણાવ્યું હતું. પરંતુ ગુજરાતમાં ભાજપની ત્રણ બેઠકોની હાર બાબતે મુખ્ય મંત્રી તરીકે જવાબદારી સ્વીકરો છો તેવા પ્રશ્નમાં તેઓએ મૌન સેવી ચાલતી પકડી હતી.