શ્રીશ્રી બન્યા જામનગરના મહેમાન: દેશની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીમાં કર્યું ભગવાન ધનવંતરીનું પુજન

ભગવાન ધનવંતરીને આયુર્વેદના આદ્ય દેવ માનવામાં આવે છે અને તેમનું ધનતેરસના દિવસે પુજન કરવામાં આવે છે

શ્રીશ્રી બન્યા જામનગરના મહેમાન: દેશની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીમાં કર્યું ભગવાન ધનવંતરીનું પુજન

મુસ્તાક દલ/જામનગર : આજે ધનતેરસનો પાવન પર્વ છે ત્યારે 20 વર્ષના લાંબા સમયગાળા બાદ પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકર મહારાજ આજે જામનગરના મહેમાન બન્યા હતા. જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં ભગવાન ધનવંતરીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે ખાસ પૂજા કરવામાં આવી. જયારે શ્રી શ્રી રવિશંકરનું આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ ખાસ હાજર રહ્યા હતા.

દેશની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને રાજમાતા ગુલાબકુંવારબા મહાવિધ્યાલય દ્વારા આજના રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને ધનતેરસના દિવસે ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતે આવેલી ભગવાન ધન્વંતરિ ની પ્રતિમાનું પુજન કરવામાં આવ્યું. ભારત માં ઇ.સ. 2016 થી ધનતેરસના દિવસે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરાયું છે. સમુદ્ર મંથન સમયે ભગવાન વિષ્ણુના સ્વરૂપે દેવ પ્રગટ થયા હતા. જેઓના હાથમા અમ્રુત કળશ, ઔષધ, શંખ આયુર્વેદના અણમોલ વિજ્ઞાન સાથેના ગ્રંથની પ્રતિમાનું દરેક આયુર્વેદાચાર્ય દ્વારા પૂજન કરવામાં આવે છે. 

જામનગર આવી પહોંચેલા શ્રી શ્રી રવિશંકર મહારાજ આયુર્વેદ યુનિવર્સિટી ખાતે આવ્યા અને આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો.અનુપ ઠાકર, ઇન્ચાર્જ કુલસચિવ એચ પી ઝાલા સહિતના અધિકારીઑ અને કર્મચારીઓ દ્વારા આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર નું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યુ. શ્રી શ્રી રવિશંકર મહારાજે ઉપસ્થિત લોકોને જીવનમાં આયુર્વેદ વિષેનું મહત્વ અંગે પ્રવચન આપ્યું હતું. શ્રી શ્રી રવિશંકર મહારાજના આજે જામનગરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news