ઉદય રંજન/અમદાવાદ: અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસને લઈ અમદાવાદ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે મેયર બીજલ પટેલ, મ્યુ. કમિશનર વિજય નેહરા અને પોલીસ અધિકારીઓ દ્વારા મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે બનેલ વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવા આવી રહયા છે. ત્યારે તંત્ર હરકતમાં આવી પુરજોશમા તૈયારીઓ કરી રહ્યું છે. મેયર અને કમિશનર દ્વારા તૈયારીઓનું સ્ટેડિયમની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10000 લોકોએ નકલી પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવી: કોંગ્રેસનો મોટો ખુલાસો


જવાબદાર અધિકારીઓને કેટલીક સૂચના પણ આપી હતી. સ્ટેડિયમમાં AMC અને GCA દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. વિદેશી મહેમાન અને ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા વિવિધ તૈયારીઓ કરાઈ રહી છે. મોટેરા આસપાસના રોડ રસ્તાનું નિવિનિકર્ણ કરવામાં આવ્યું છે, સાથે જ સુરક્ષા અંગે ચુસ્ત બંદોબદત પણ કરવામાં આવ્યો છે. તો આવનાર મુલાકાતીઓ માટે આસપાસના 20 પાર્કિંગ પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવશે. 


વડોદરા: લાખો રૂપિયા ફી ઉઘરાવતી બ્રાઇટ ડે સ્કુલમાં વિદ્યાર્થીનાં માથામાં પંખો પડ્યો
ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીના ખાસ VVIP રોડ રસ્તા પણ તૈયાર કરવામાં આવી રહયા છે. ખાસ હેલિપેડ પણ મોટેરા સ્ટેડિયમ પ્રાંગણમાં બનાવામાં આવ્યું છે. જે સીધું જ વિસત ચાર રસ્તાથી સીધો કનેકન્ટ થશે. એરપોર્ટથી મોટેરાના 3  સંભવિત રસ્તા નક્કી કરવામાં આવ્યા છે, પરંતુ US સિક્યુરિટી દ્વારા સુરક્ષાના ભાગરૂપે છેલ્લી ઘડીએ રૂટ જાહેર કરવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં આવના હોવાથી ટોયલેટ બ્લોક મુકવા સૂચના અપાઈ છે. સાથે પાણીની વ્યવસ્થા, લાઈટ વ્યવસ્થા, ફાયર વ્યવસ્થા અંગે સૂચના અપાઈ છે, તો રસ્તામાં આવતા ઝાડ, હોર્ડિંગ ઉતારવા સૂચના અપાઈ છે. જેથી તો તંત્ર ટ્રમ્પની તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube