તેજશ મોદી/સુરત: સુરતમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં દીક્ષા લઇ રહ્યા છે, જેમાં નાના બાળકોથી લઇ મોટી ઉંમરના લોકોનો સમાવેશ થાય છે, ત્યારે આગામી 14મી તારીખે 8 યુવતીઓ દીક્ષા લેવા જઈ રહી છે, સુરત સહિત અન્ય શહેરોની યુવતીઓ દીક્ષાને લઈને ખુબ ઉત્સાહમાં છે, તો સાથે જ તેમના પરિવાજનો પણ ખુશ છે, મહત્વની વાત એ છે કે માતા-પિતાના અથાગ પ્રયત્નો છતાં યુવતીઓ દીક્ષા લઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

23 વર્ષીય ધ્રુવી દિલીપભાઈ કોઠારી,સુરતના પાલ વિસ્તારમાં રહે છે. સાથે જ તે ઘરની લાડલી છે, પિતાની સૌથી નજીક રહેનારી ધ્રુવીએ બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે, ભણવા તે એવરેજ વિદ્યાર્થીની હતી, આમ તો તે નાની હતી ત્યારથી જ જૈન મંદિરોમાં જતી હતી અને મહારાજ સાહેબ સાથે સત્સંગ પણ કરતી હતી, જોકે તેને તે સમયે દીક્ષા લેવાનો કોઈ વિચાર આવ્યો ન હતો, પરતું સતત મહારાજ સાહેબોના સંપર્કમાં રહતા થોડા મહિના અગાઉ અચાનક તેની ઇચ્છા દીક્ષા લેવાની થઇ હતી. 


તેને પરિવારને આ વાત કરી તો પહેલા તો બધા સ્તબ્ધ થઇ ગયા હતા, પિતાએ પણ સ્પસ્ટ પણે નાં પાડી દીધી હતી, પરતું ધ્રુવી એકની બે ન થઇ હતી, તે સતત પિતાને સમાજ જીવન અને સન્યાસ જીવન અંગેનો ભેદ સમજાવતી રહી હતી. આખરે ધ્રુવી આગળ પરિવારે ઝૂકવું પડ્યું હતું અને પરિવારે તેને દીક્ષા લેવાની મંજુરી આપી હતી.


લગ્નમાં જઈ રહેલો ટેમ્પો પલટી ખાઈ ગયો, 35 જાનૈયાઓને ઈજા


ધ્રુવી પોતાની માતા પીનાબેનને પણ ઘરકામમાં સતત મદદ કરતી હતી, જોકે જ્યારે તેમને ખબર પડી કે ધ્રુવી દીક્ષા લેવા માંગે છે, તો તેમને પણ ઇનકાર કર્યો હતો, કારણ કે તેમનું માનવું હતું કે દિકરી સાસરે જાય તો પરત ગમે ત્યારે આવી શકે છે. પરતું દીક્ષા લીધા બાદ તે ક્યારેય પરત નહીં આવે. ધ્રુવીની જીદ બાદમાં તેમને પણ સંયમનો માર્ગ યોગ્ય છે તેમ માની ધ્રુવીને મંજુરી આપી દીધી હતી.


જુનાગઢ : બે સંતાનોને ઝેર પીવડાવી માતાએ પણ પીધી દવા


દિલીપભાઈ કોઠારી જે ધ્રુવીના પિતા છે, તેઓ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. હીરાનો વેપાર તથા જોબવર્કનું કામ કરાવે છે, ધ્રુવી તેમની લાડલી છે, અને તેની દરેક ઈચ્છાઓ તેઓ પૂર્ણ કરતા આવ્યા છે. ધ્રુવીએ જ્યારે પિતાને વાત કરી કે તે દીક્ષા લેવા માંગે છે, તે સમય તેમના માટે એક ઝટકા સમાન હતો, તેમને ધ્રુવીને સ્પષ્ટ ના કહી દીધી હતી કે, દીક્ષા નથી લેવાની. દિલીપભાઈ એક તરફ ધ્રુવીનાં લગ્ન માટે છોકરાઓ પણ જોઈ રહ્યા હતાં, અને તેની વાત ધ્રુવીને પણ કરતા હતાં.


‘અમારા ઓલપાડના ધારાસભ્ય શ્રી મુકેશ પટેલ ચૂંટણી જીત્યા બાદ ખોવાયેલ છે’


જોકે ધ્રુવી સતત પિતાને દીક્ષાની વાત કરતી હતી, અને દિલીપભાઈ સતત ઇનકાર કરતા હતાં. આ કારણે તેઓ રાત્રે ઉંધી પણ શકતા નથી, પરતું ધ્રુવીની સાધના અને તપ જોઈ આખરે દિલીપભાઈએ ધ્રુવીને દીક્ષાની મંજુરી આપી હતી.
ધ્રુવી આગામી 14 ફેબ્રુઆરીએ વેલન્ટાઈન ડેના દિવસે અન્ય સાત યુવતીઓ સાથે દીક્ષા લેશે, તેના પરિવારજના સભ્યો હજુ પણ એ વાત માનવા તૈયાર નથી કે ધ્રુવી દીક્ષા લેવા જઈ રહી છે, પરતું તેઓએ ધ્રુવીની દીક્ષા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે, કારણ કે તેઓ માને છે કે સંસારી જીવન કરતા સન્યાસી જીવ ખુબ અઘરું હોય છે, જોકે ધ્રુવીની ખુશી માં જ તેમની ખુશી છે અને તેથી જ ધ્રુવી પરિવાર છોડી દીક્ષા લેશે.