જુનાગઢ : બે સંતાનોને ઝેર પીવડાવી માતાએ પણ પીધી દવા

 ફરી એકવાર સામૂહિક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. વિસાવદરના પિયાવા ગામે સામૂહિક આપઘાતની ઘટના બની છે. એક માતાએ બે બાળકો સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. માતાએ બંને સંતાનોને ઝેરી દવા પીવડાવીને પોતે પણ મોત વ્હાલુ કર્યું હતું. 
જુનાગઢ : બે સંતાનોને ઝેર પીવડાવી માતાએ પણ પીધી દવા

હનીફ ખોખર/વિસાવદર : ફરી એકવાર સામૂહિક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. વિસાવદરના પિયાવા ગામે સામૂહિક આપઘાતની ઘટના બની છે. એક માતાએ બે બાળકો સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. માતાએ બંને સંતાનોને ઝેરી દવા પીવડાવીને પોતે પણ મોત વ્હાલુ કર્યું હતું. 

કોઈ અગમ્ય કારણોસર અરુણબેન હરસુખભાઈ સાવલીયા નામની 35 વર્ષની મહિલાએ પોતાના બંને સંતાનો સાથે આત્મહત્યા કરી હતી. જેમાં 4 વર્ષનો દીકરો લક્ષકુમાર સાવલીયાનું મોત નિપજ્યું છે. જ્યારે કે, માતા અને 5 વર્ષની દીકરી રાશિને સારવાર માટે જુનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. જોકે, મહિલાએ કયા કારણોસર આ પગલુ લીધું તે હજી સામે આવ્યું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news