હીતલ પારેખ/ ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે 2019ના વોટ ઓન એકાઉન્ટ્સ સત્રમાં ચેઈન સ્નેટિંગ ગુનાને અંકુશમાં લેવા માટે વધુ કડક સજાની જોગવાઈ કરાઈ હતી. આ માટે આઈપીસીમાં નવી કલમો ઉમેરવામાં આવી હતી. આ બિલને વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યપાલની મંજૂરી બાદ રાષ્ટ્રપતિને મોકલાયું હતું, જેમણે આ બિલને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ હવે આ નવી જોગવાઈઓ કાયદામાં ઉમેરાઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં મહિલાઓના મંગળસુત્ર, ચેઈન અને કિંમતી ઘરેણા ઝુંટવી લઈને ભાગી જવાની ઘટના અવાર-નવાર બનતી હોય છે, પરંતુ આ પ્રકારના ગુનામાં પકડાઈ ગયા બાદ હળવી સજાની જોગવાઈ હોવાના કારણે ગુનેગારો બેફામ બન્યા હતા. આથી, રાજ્ય સરકારે આ પ્રકારના ગુનામાં કડક અને આકરી સજાની જોગવાઈ કરીને રાજ્યની મહિલાઓને સુરક્ષા પુરી પાડવાની એક પહેલ કરાઈ હતી. 


બિલમાં કરવામાં આવેલી કડક જોગવાઈઓ


  • ચીલ ઝડપનો પ્રયાસ કરનારી વ્યક્તિને ઓછામાં ઓછી 5 અને વધુમાં વધુ 10 વર્ષની સખત કેદની સજા, રૂ.25,000નો દંડ. 

  • ચીલ ઝડપ દરમિયાન વ્યક્તિને ઈજા પહોંચે કે તેને ડરાવે-ધમકાવે તો તેને 3 વર્ષની સખત કેદની સજા. 

  • મૃત્યુ કે ઈજા પહોંચાડવા બદલ કે તેનો પ્રયાસ કરનારાને ઓછામાં ઓછી 7 વર્ષની અને વધુમાં વધુ 10 વર્ષની સખત કેદની સજા, રૂ.25,000નો દંડ. 


ઉનાળામાં પીવાના પાણીની તંગી ન પડે તે માટે સરકારનું પુરતું આયોજનઃ સીએમ રૂપાણી


આ બિલને 2019ના વોટ ઓન એકાઉન્ટ સત્રમાં રજૂ કરાયું હતું અને તેને મંજૂર કરાયું હતું. વિધાનસભામાં બિલને મંજૂરી મળી ગયા બાદ તેને રાજ્યપાલ સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...