મૌલિક ધામેચા, અમદાવાદ: ગુજરાતમાં કોરોના પોઝિટિવ (coronavirus)ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા લોકડાઉન કડક રીતે અમલમાં મુકવામાં આવી રહ્યું છે. અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા દ્વારા પત્રકાર પરિષદ યોજી લાકડાઉનનો ભંગ કરાનારાઓની કયા ગુના હેઠળ અટકાયત કરવામાં આવી તે અંગે માહિતી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 5294 ગુનાઓ નોંધી કુલ 11953 લોકોની અટકાયત કરાઈ છે. કલમ 144 અને 188ના ભંગ બદલ 4266 ગુના નોંધી કુલ 9967 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે ગઈકાલે 35 ગુના નોંધી 75 લોકોની અટકાયત કરાઈ હતી. એપેડેમીક ડીસીઝ એક્ટ મુજબ 225 ગુના નોંધાયા અને કુલ 334 લોકોની ધરપકડ કરાઈ છે.


પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે, હંગામો કરનાર લોકો સામે 2 ગુના નોંધી કુલ 12 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ 41 ગુના નોંધી 64 લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત 25 ડ્રોન કેમેરા દ્વારા 13 ગુના નોંધી 36 લોકોને પકડ્યા હતા. તો બીજી તરફ ગઈકાલે 88 વાહનો ડિટેઈન કરી રૂપિયા 2.67 લાખ દંડ વસુલ્યો હતો. તો અત્યારસુધીમાં કુલ 869 વાહનોને મુક્ત પણ કર્યા છે. કોટ વિસ્તારમાં કર્ફ્યૂ હોવાના કારણે કર્ફ્યુ ભંગના 88 ગુના નોંધી અમદાવાદ પોલીસે કુલ 101 લોકોને પકડ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube