હિતલ પારેખ/ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસ અને લૉકડાઉનના પગલે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયોની માહિતી મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદ યોજીને આપી હતી. અશ્વિની કુમારે કહ્યું કે, મુખ્યમંત્રી દ્વારા કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ, આરોગ્ય વિભાગની તૈયારી, બાંધકામ ક્ષેત્રને છૂટછાટ અને ઉદ્યોગોની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં 34,000 જેટલા ઉદ્યોગોને શરૂ કરવાની  મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં 2 લાખ 40 હજાર જેટલા કાગીગરો કામ કરી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અશ્વિની કુમારે કહ્યું કે, આજે અમરેલી, બનાસકાંઠા, મહેસાણા, કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં લાભાર્થીઓના ખાતામાં 1 હજાર રૂપિયા જમા કરાવી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, 8 લાખ 47 હજાર ખાતામાં આ પૈસા જમા થયા છે. 


તો ખેડૂતોને લગતી બાબતો પણ તેમણે કહ્યું કે, રાજ્યમાં 121 માર્કેટિંગ યાર્ડ ચાલું છે. 2 લાખ 31 હજાર ક્વિન્ટલ પાકની આવક અત્યાર સુધી થઈ છે. તમામ ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં શાકભાજી અને ફળની આવક રાબેતા મુજબ ચાલી રહી છે. તેમણે કહ્યું કેસ 47 લાખ લીટર દૂધનું વિતરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે 13 લાખથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું આમ અત્યાર સુધી 2 કરોડથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. 


અશ્વિની કુમારે કહ્યું કે, રાજ્યમાં એક્ટિવ સર્વેલન્સ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં જણાવવામાં આવ્યું કે, રાજ્યના તમામ વિસ્તારોમાં સર્વેલન્સ કરવામાં આવશે. આ સાથે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર અંગે તેમણે કહ્યું કે, તેમાં સારવાર ખર્ચની કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર