દર કલાકે કોરોના પીડિતનું થઇ રહ્યું છે મોત, રાજ્ય સરકાર સબસલામતની ગુલબાંગો પોકારી રહી છે
ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ ૩૮૮ નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે ૨૦૯ લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 49 લોકોનાં મોત નિપજ્યાં છે.
હિતલ પારેખ/ ગાંધીનગર : ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ ૩૮૮ નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે ૨૦૯ લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 49 લોકોનાં મોત નિપજ્યાં છે.
કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી સિવિલ હોસ્પિટલમાં વધુ 500 બેડ વધારવામાં આવ્યા
નવા નોંધાયેલા કેસની જિલ્લા અનુસાર વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં ૨૭૫ કેસ નોંધાયા હતા. અરવલ્લીમાં 25, ભાવનગરમાં 1,દાહોદમાં 4, દેવભુમિ દ્વારકામાં 1, ગાંધીનગરમાં 5, જામનગરમાં 4, ખેડામાં 3, રાજકોટમાં 2, સુરતમાં 45, વડોદરામાં 19, બનાસકાંઠામાં 3, રાજસ્થાનમાં 1, આ પ્રકારે કુલ 388 કેસ નોંધાયા હતા. આ પ્રાકરે કુલ 7013 દર્દીઓ પૈકી 26 હાલ વેન્ટિલેટર પર છે. જ્યારે 4853 સ્ટેબલ છે. 1709 લોકોને ડિસ્ચાર્જ આપવાાં આવ્યું છે અને 425 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજસ્થાનનો એક દર્દી ગુજરાત સરકારે દેખાડતા આશ્ચર્ય ફેલાયું હતું. તેની ગણત્રી સરકારે પોતાની ટોટલમાં કરી હતી પરંતુ તેને રાજસ્થાનનો દર્શાવાયો હતો. જેથી પત્રકારોમાં પણ ચર્ચા ચાલી હતી. જો કે આ અંગે હજી સુધી સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતા આવી નથી.
મનોચિકિત્સકોનો સરકારને પત્ર, ‘બંધનમાં માનસિક સ્થિતિ બગડી શકે છે, વ્યસનીને છૂટછાટ આપો....’
ગુજરાતમાં ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૧૦૦૫૫૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી ૭૦૧૩ દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૯૩૫૪૦ લોકો નેગેટિવ આવ્યા છે. કોરોના અંગેની વૈશ્વિક વાત કરીએ તો વિશ્વમાં કુલ ૭૧૪૬૩ નવા કેસ નોંધાયા છે, ભારતમાં ૩૫૬૧ નવા કેસ નોંધાયા અને ગુજરાતમાં ૩૮૮ નવા કેસ નોંધાયા છે. આ પ્રકારે વિશ્વનાં કુલ ૩૫૮૮૭૭૩ કુલ કેસ થયા છે. ભારતમાં ૫૨૯૫૨ કેસ અને ગુજરાતમાં ૭૦૧૩ કેસ નોંધાયા છે. આ પ્રકારે વિશ્વમાં નવા ૪૧૦૨ લોકોનાં મરણ થયા છે આ આંકડો ભારતમાં 89અને ગુજરાતમાં ૨૯ છે. આ પ્રકારે કોરોનાથી અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક વિશ્વમાં ૨૪૭૫૦૩ પર પહોંચ્યો છે, ભારતમાં ૧૭૮૩ અને ગુજરાતમાં ૪૨૫ લોકોનાં મોત નિપજ્યાં છે.
અમદાવાદની 8 ખાનગી હોસ્પિટલમાં થશે કોરોનાની સારવાર, તો કેટલીક હોસ્પિટલોએ AMC સામે મૂકી શરતો
આ ઉપરાંત 104 નંબરની હેલ્પ લાઇનમાં કોરોના રીલેટેડ કોલની સંખ્યા ૯૩૫૦૮ પર પહોંચી હતી જ્યારે તેમાં માનસિક સારવાર આપનારા વ્યક્તિની સંખ્યા ૫૩૪૪ પર પહોંચી છે. આ ઉપરાંત ૬૧૭૩૩ લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા છે. સરકારી ફેસિલિટીમાં ૪૮૩૧ લોકોને રખાયા છે. પ્રાઇવેટ ફેસિલીટીમાં ૨૯૭ લોકોને રખાયા છે. આ પ્રકારે કુલ ૬૬૮૬૧ લોકો કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube