લીલી પરિક્રમા પહેલા સાધુ-સંતોની પત્રકાર પરિષદ, આ મુદ્દે સ્થાનિક તંત્ર પર કર્યા પ્રહાર
જૂનાગઢમાં યોજાનારી લીલી પરિક્રમા પહેલા સાધુ સંતોની પત્રકાર પરિષદ યોજાઈ હતી. પરિક્રમાના રૂટ પર જરૂરી સુવિધાના અભાવનો મુદ્દો આ બેઠકમાં ઉઠ્યો હતો. આ દરમિયાન મહંત મહેશગિરી બાપુએ સ્થાનિક તંત્ર પર પ્રહારો કર્યાં હતા.
જૂનાગઢઃ જૂનાગઢના ભવનાથમાં હવે લીલી પરિક્રમા શરૂ થવાની છે. આ અનુસંધાને સાધુ સંતો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. મહંત મહેશગીરી બાપુના અધ્યક્ષ સ્થાને આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેશગિરી બાપુ દ્વારા સ્થાનિક તંત્ર અને સ્થાનિક રાજકારણ પર પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આઝાદીના 75 વર્ષ બાદ તંત્ર દ્વારા સફાઈ અને પાયાની બાબતોની ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પરિક્રમાના રૂટ પર લાઈટ, રસ્તા, પાણી, શૌચાલય સહિતની સુવિધાઓનો અભાવ છે. દર વર્ષે માત્ર વાતો થાય છે.
સામાન્ય કામ ન થતાં સાધુ-સંતોમાં રોષ
જૂનાગઢમાં યોજાનારી ગીરનારની લીલા પરિક્રમામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓઓ પહોંચતા હોય છે. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં મહંત મહેશગિરી બાપુએ સ્થાનિક તંત્ર સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આઝાદીના આટલા વર્ષો બાદ માત્ર તંત્ર દ્વારા પાયાની વસ્તુઓની ચર્ચા કરવામાં આવે છે. તેમણે કહ્યું કે પરિક્રમા માર્ગમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. તેમણે કહ્યું કે આ મુદ્દે દર વર્ષે માત્ર વાતો થાય છે, જ્યારે કોઈ કામ થયું નથી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં એક નહીં ભગવાન સોમનાથના 2 છે મંદિર, એક સોને મઢેલું તો બીજું કાચના ટુકડાઓથી
બહિષ્કારની ચીમકી
ગીરનારની લીલી પરિક્રમાનું ખુબ મહત્વ છે. પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તંત્રનું કામ છે. જ્યારે તંત્ર દ્વારા આ કામ ન થતાં સાધુ સંતો નારાજ છે. આ સાથે સાધુ સંતોએ કહ્યું કે જો આ કામ ન થાય તો લીલી પરિક્રમાના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવામાં આવશે. સાધુ સંતોની પ્રતિક્રિયા બાદ મેયરનું નિવેદન સામે આવ્યું છે. મેયરે કહ્યું કે આ મામલે તેઓ ગંભીર છે અને જે જરૂરી કામકાજ કરવાના રહેશે તે તત્કાલ પૂર્ણ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube