રાજકોટ : શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટ શહેરની મહિલાઓ સુરક્ષીત રહે તે માટે સુરક્ષીત એપ બનાવવામાં આવી છે. આ એપનું ડિેમ્બર 2019માં અંજલીબેન રૂપાણીના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. મહિલાઓ માટેની સુરક્ષિત એપને દિલ્હી ખાતે સમગ્ર ભારતમાં 500 પ્રતિસ્પર્ધીઓએ નિર્ભયા દિવસના રોજ સિલ્વર એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો કોણ છે ગુજરાતનાં નવા પોલીસ વડા? કેવી છે તેમની કાર્યશૈલી અને સ્વભાવ !

આ અંગે મુખ્યમંત્રી મંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને પોલીસના વડા શિવાનંદ ઝાએ સમગ્ર રાજકોટ પોલીસ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. ડિસેમ્બર 2019ના રોજ રાજકોટ ખાતે લોન્ચ થયેલી સુરક્ષીત એપને રાષ્ટ્રીય એવોર્ડ મળતા રાજકોટ પોલીસ સહિત ગુજરાત પોલીસ બેડામાં પણ ખુશી જોવા મળી હતી. રાજકોટ શહેરનાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનાં માર્ગદર્શન હેઠળ રાજકોટની  આંતરરાષ્ટ્રીય સ્તરની IIT કંપની અને એક ખાનગી એજન્સીનાં સૌજન્યથી સુરક્ષિતા એપ લોન્ચ કરવામાં આવી હતી. 


Gujarat Corona Update: રાજ્યમાં નવા 1153 નવા કેસ, 833 નવા દર્દી સાજા થયા

આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. જેથી પોલીસ વિભાગનો એક નંબર તથા વપરાશકર્તા પરિવારનો એક નંબર કનેક્ટ થઇ જાય છે. જેમાં સંપુર્ણ ડેટા આવરી લેવામાં આવ્યો છે. આ એપ્લીકેશનમાં ફોટો, ફીચર્સ, રાજકોટની 30 હજારથી વધારેની રીક્ષાઓનો ડેટા એકત્ર કરવામાં આવ્યો છે.


આશિષ ભાટિયાની ગુજરાતનાં નવા DGP તરીકે નિમણુંક, કેન્દ્ર દ્વારા મહોર મારવામાં આવી


આ એપ્લિકેશન કોઇ પણ મહિલા ડાઉનલોડ કરે તો તેને એક લાલ બટનનું ફિચર ડિસપ્લે થાય છે. આથી મહિલા સંબંધી કોઇ પણ ગુના માટે પોલીસને ફોન કરવાની જરૂર રહેતી નથી. માત્ર લાલ બટન દબાવવા માત્રથી તેનો નંબર અને મેસેજ અને પરિવારને પહોંચી જાય છે. તેમાં વપરાશકર્તાનું લાઇવ લોકેશન પણ ડિસપ્લે થાય છે. જેથી સીધો જ ફોન વપરાશકર્તાને પહોંચે છે. જેથી મહિલા શહેરમાં સંપુર્ણ સુરક્ષીત રહે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube