ગૌરવ: વિશ્વનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય અને રિહેબિલિટેશન સેન્ટર જામનગરમાં બનશે
વિશ્વનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય જામનગરમાં બની રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા આ સંગ્રહાલય બનાવાઇ રહ્યું છે. જેને ગ્રીન્સ ઝૂઓલોજીકલ રેસક્યું એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ તરીકે ઓળખાશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી આ પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે મંજુરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે આ પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો છે. જો કે આગામી 2 વર્ષમાં તેનું સંપુર્ણ કામકાજ પુર્ણ કરી દેવામાં આવશે.
જામનગર : વિશ્વનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય જામનગરમાં બની રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા આ સંગ્રહાલય બનાવાઇ રહ્યું છે. જેને ગ્રીન્સ ઝૂઓલોજીકલ રેસક્યું એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ તરીકે ઓળખાશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી આ પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે મંજુરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે આ પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો છે. જો કે આગામી 2 વર્ષમાં તેનું સંપુર્ણ કામકાજ પુર્ણ કરી દેવામાં આવશે.
સુરતના સિન્થેટિક ડાયમંડની વૈશ્વિક સ્તરે વધતી માંગ, વેપારીઓમાં ખુશીનો માહોલ
જામનગરમાં આવેલું રેસક્યૂં સેન્ટર પ્રાણી સંગ્રહાલયથી અલગ છે. તે સામાન્ય જનતા માટે ખુલ્લું નહી રહે. રેસક્યૂ સેન્ટર આર.આઇ.એલની સામાજિક જવાબદારીનો ભાગ છે. તે ઇજાગ્રસ્ત કે માનવભક્ષી માંસાહારી પ્રાણીઓને સાચવવા માટે રાજ્ય સરકારનાં વન વિભાગની સહાય માટે બનાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માનવભક્ષી પ્રાણીઓ અને માણસો વચ્ચેનું ઘર્ષણ આ સેન્ટર થકી ઘટાડી શકાશે.
લવ જેહાદ અંગે કાયદો લાવવો જરૂરી, દિકરીઓને ભોળવવાનો પ્રયાસ થાય તે ક્યારે પણ સાંખી શકાય નહી
આ મુદ્દે પરિમલ નથવાણીએ જણાવ્યું કે, હાલમાં માનવ અને વન્યપ્રાણીઓ તેમાં ખાસ કરીને દિપડા જેવા માસાહારી પ્રાણીઓ વચ્ચે ઘર્ષણની અનેક ઘટનાઓ સામે આવી રહે છે. તેવામાં આ ઘર્ષણ ઘટાડવા માટે અને માનવ અને પ્રાણીઓ તમામનો વિકાસ થઇ શકે તે માટેનો આ પ્રયાસ છે. અત્રે નોંધનીય છે કે, વન વિભાગ માટે માણસો અને પ્રાણીઓ વચ્ચે ઘર્ષણ ઘટાડવું એક મોટો પડકાર છે. આ રેસક્યું સેન્ટર રાજ્ય સરકારની સંપત્તી છે અને આર.આઇ.એલ જવાબદાર સત્તાવાળાઓની દેખરેખમાં સંચાલન કરશે. આ સુવિધાની જાળવણી વન વિભાગ સાથે સંકલનમાં રહીને સી.ઝેડ.એ દ્વારા સમયાંતરે લવાતા નિયમનકારી ધારાધોરણો અનુસાર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube