નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ દેશના પ્રધાનમંત્રી તરીકે ત્રીજીવાર શપથ લીધા છે. પીએમ મોદીની કેબિનેટમાં ગુજરાતમાંથી પાંચ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી અમિત શાહ (લોકસભા સાંસદ), એસ જયશંકર (રાજ્યસભા સાંસદ), જેપી નડ્ડા (રાજ્યસભા સાંસદ), સીઆર પાટિલ (લોકસભા સાંસદ) અને મનસુખ માંડવિયા (લોકસભા સાંસદ) ને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું છે. જ્યારે નિમુબેન બાંભણીયાને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. હવે પ્રધાનમંત્રીએ આ મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહ- ગૃહ મંત્રાલય અને કેન્દ્રીય સહકારિતા મંત્રાલય
એસ જયશંકર- વિદેશ મંત્રાલય
જેપી નડ્ડા- આરોગ્ય મંત્રી
મનસુખ માંડવિયા- શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા મામલા તથા ખેલ મંત્રી
સીઆર પાટિલ- જળ શક્તિ મંત્રાલય
નિમુબેન બાંભણીયા- ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય