ઝી બ્યૂરો, અમદાવાદઃ ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી આવી રહ્યાં છે ગુજરાતની મુલાકાતે. જૂન મહિનાના પ્રારંભમાં જ પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાત લેશે. પ્રાપ્ત માહિતી મુજબ પીએમ મોદી આગામી 5 જૂને ગુજરાતને મુલાકાતે આવે તેવી સંભાવના છે. જો કે તેમની આ મુલાકાત માટે સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી. અમદાવાદ-મુંબઇ વચ્ચેના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કાની કામગીરીની સમીક્ષા માટે સુરત આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિવાલયના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી મુંબઇ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ એટલેકે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ક્યાં સુધી પહોંચી તેની સમીક્ષા કરવા ગુજરાત આવે તેવી સંભાવના છે. મહત્ત્વનું છેકે, બુલેટ ટ્રેનએ પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેક્ટ છે. જેથી પીએમ મોદી સુરત આ પ્રોજેક્ટની સમીક્ષા કરવા આવી શકે છે.


હાલ દક્ષિણ ગુજરાતના સુરત શહેરની હદમાં આવેલા અંત્રોલીમાં બુલેટ ટ્રેનના સ્ટેશનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અંત્રોલી એ સુરતના પલસાણા તાલુકામાં આવેલું છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો અંત્રોલી અને બીલીમોરા વચ્ચે ચાલી રહ્યો છે. એની કામગીરી વર્ષ 2024 સુધી પુરી કરવામાં આવશે. 


બુલેટ ટ્રેનના સ્ટેશનમાં હાલ બે માળનું નિર્માણ કરવામાં આવ્યું છે. પીએમ મોદી આ અગાઉ 12 મી ના રોજ એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં હતાં. તે સમયે પણ તેમણે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.