વડાપ્રધાન મોદીએ ટેકનોલોજીથી સજ્જ 1200 પથારી વાળી નવી સિવિલ કર્યું ઉદ્દઘાટન
વડાપ્રધાન મોદી અમદાવાદમાં મેટ્રો રેલનું ઉદ્દઘાટન કર્યા બાદ અસારવા નવી સિવલનું ઉદ્દઘાટન કરવા માટે પહોચ્યા હતા. જ્યાં ક્રિકેટ મેદાનમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે 1200 બેડની નવી સિવિલ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે. સાથે જ નવી કેન્સર નવી બિલ્ડીંગ અને આંખની નવી બિલ્ડીંગને રાષ્ટ્રને સમર્પિત કરી હતી
અમદાવાદ: વડાપ્રધાન મોદી અમદાવાદમાં મેટ્રો રેલનું ઉદ્દઘાટન કર્યા બાદ અસારવા નવી સિવલનું ઉદ્દઘાટન કરવા માટે પહોચ્યા હતા. જ્યાં ક્રિકેટ મેદાનમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે 1200 બેડની નવી સિવિલ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે. સાથે જ નવી કેન્સર નવી બિલ્ડીંગ અને આંખની નવી બિલ્ડીંગને રાષ્ટ્રને સમર્પિત કરી હતી.
વડાપ્રધાન મોદીએ આણંદ-ગોધરા રેલવે લાઇનનું ડિઝટલ સીલાન્યાસ કર્યો હતો. જ્યાં 330 કરોડના ખર્ચે બનેલી પાટણથી ભીલડીની નવી રેલ લાઈનને પણ લીલીઝંડી આપી શરૂઆત કરવામાં આવી હતી. તથા લોથલ ગુજરાતમાં 489 કરોડના ખર્ચે બનાવાયેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું પણ લોકાર્પણ કર્યું હતું,
વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવેલી નવી સિવિલમાં ભાજપના કાર્યકરો સહિત નાગરિકો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, અમદાવાદના મેયર બીજલબેન પટેલ, તથા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
જેમાં નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું કે, ગુજરાત તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના હજારો દર્દીઓની સારવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા 1450 કરોડના ખર્ચે પીએમ જ્યારે સીએમ હતા. ત્યારે દર્દીઓને વધુ સારી સુવિધા મળે તે માટે તે સમયે બજેટ સિવિલ કેમ્પસ માટે ફાળાવ્યું હતું. મેડિસિટીનું નામકરણ પણ પીએમ દ્વારા કરવામાં આવ્યું છે.
શું છે નવી સિવિલની સુવિધા
- 1200 બેડની સુવિધા
- તમામ પ્રકારની સુપર સ્પેશ્યાલિસ્ટ સુવિધાઓથી સજ્જ
- એકજ કેમ્પસમાં 7000 પથારી ઘરાવતું દેશનું પ્રથમ કેમ્પસ
- દર્દીઓની લેટેસ્ટ ટેકનોલોજીથી સારાવાર કરવામાં આવશે
- કેન્સર હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારીને 1 હજાર કરવામાં આવી
અમદાવાદના અસારવા ખાતેની 1450 કરોડના ખર્ચે તૈયાર થયેલ અતિ આધુનિક સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં ઉલ્લેખનીય છે કે આ નવું બિલ્ડિંગ 3.2 એકરમાં વિસ્તરેલું છે. સાથે જ સિવિલ હોસ્પિટલ કુલ સાત હજાર બેડ સાથેની વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ છે. જેમાં 27 હાઈ ક્લાસ ઓપરેશન થિયેટરનો પણ સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહુથી મોટી મેડીસીટીનું અનાવરણ કર્યું હતું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસારવા સિવિલ અને ઝહાંગીર મિલ કેમ્પસમાં નવી આધુનિક હોસ્પિટલોનું શુભારંભ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં સ્વપ્નો મેડીસીટીનાં સ્વરૂપમાં સાકાર થઈ રહ્યા છે.