PM Modi meets school teacher: વડાપ્રધાન મોદી જ્યાં પણ જાય છે ત્યાં ખુબ જ આત્મીયતા સાથે લોકોને મળે છે અને તેમની માહિતી મેળવે છે. દુર વિદેશમાં બેઠેલા ભારતીય સમુદાય સાથે પણ વડાપ્રધાન મોદીની મુલાકાતની તસ્વીરો થોડા દિવસો અગાઉજ સામે આવી હતી. જો કે હવે એક એવી તસવીર સામે આવી છે જેમાં વડાપ્રધાન મોદી પોતે જે શાળામાં ભણ્યા હતા તેના શિક્ષકની સાથે મુલાકાત કરતા જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ ગુજરાતના નવસારીમાં પોતાના ટીચર સાથે મુલાકાત કર છે. જેની તસ્વીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: 143 કેસ, 51 દર્દી સાજા થયા, એક મોત


વડાપ્રધાન મોદીએ શુક્રવારે (આજે) ગુજરાત મુલાકાતે પહોંચ્યા હતા અને અહીં તેમણે અનેક યોજનાઓનું ઉદ્ધાટન કર્યું હતું. બીજી તરફ વડનગરમાં તેની શાળાના શિક્ષક રહી ચુકેલા વયોવૃદ્ધ ભુતપુર્વ શિક્ષક સાથે પણ તેમની મુલાકાત થઇ હતી. આ મુલાકાતની તસ્વીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં તેઓ પોતાના હાથ જોડીને શિક્ષકની સામે ઉભા છે અને શિક્ષક પોતાનો વિદ્યાર્થી આટલો આગળ વધ્યો તે જોઇને ગદગદીત થઇને તેમને આશિર્વાદ આપી રહ્યા હોય તેવું સ્પષ્ટ જોઇ શકા છે. 


વિદ્યાર્થીઓ સર્ટીફીકેટ લઈ સરકારી નોકરી શોધે છે: આનંદીબેન પટેલ
PM ના શિક્ષકનું નામ જગદીશ નાયક હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. તેઓ વડનગરમાં શિક્ષક હતા ત્યારે વડાપ્રધાન મોદી પણ તેમના હાથ હેઠળ અભ્યાસ કરી ચુક્યાં છે. આ ફોટો ટ્વીટ કરતા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે લખ્યું કે, બલિહારી ગુરૂ આપને...


ખાનગી શાળાઓ ફી બાદ મટિરિયલ મુદ્દે પણ લૂંટ નહી ચલાવી શકે: ગાઇડલાઇન


નવસારીમાં અનેક પ્રોજેક્ટની શરૂઆત કરાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને ગર્વ છે કે, મે ગુજરાત છોડ્યા બાદ જે પણ લોકોએ ગુજરાતની કમાન સંભાળવાની જવાબદારી મળી તેમણે ખુબ જ સારી રીતે કામ કર્યું. ભુપેન્દ્ર પટેલ અને સીઆરની જોડી ખુબ જ ઉત્સાહની સાથે વિશ્વાસ જગાવી રહી છે. મને ગર્વ છે કે, મારા કાર્યકાલમાં પણ જે નથી થયું તેવું તેઓ કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube