વિદ્યાર્થીઓ સર્ટીફીકેટ લઈ સરકારી નોકરી શોધે છે: આનંદીબેન પટેલ

ગુજરાતના ભુતપુર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તરપ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ આજે ગૃહરાજ્યની મુલાકાતે હતા. તેઓ આંતરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા (EDII) નો 21 મો પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી.  EDII ના પ્રેસિડેન્ટ તથા IDBI બેંકના એમડી સીઇઓ રાકેશ શર્માની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 147 વિદ્યાર્થીઓને ડિપ્લોમાં અને ફેલો એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 139 પોસ્ટ ગ્રેજ્યુએટ અને મેનેજમેન્ટના 8 વિદ્યાર્થીઓને ફેલોની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. 

વિદ્યાર્થીઓ સર્ટીફીકેટ લઈ સરકારી નોકરી શોધે છે: આનંદીબેન પટેલ

અતુલ તિવારી/ગાંધીનગર : ગુજરાતના ભુતપુર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તરપ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ આજે ગૃહરાજ્યની મુલાકાતે હતા. તેઓ આંતરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા (EDII) નો 21 મો પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી.  EDII ના પ્રેસિડેન્ટ તથા IDBI બેંકના એમડી સીઇઓ રાકેશ શર્માની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 147 વિદ્યાર્થીઓને ડિપ્લોમાં અને ફેલો એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 139 પોસ્ટ ગ્રેજ્યુએટ અને મેનેજમેન્ટના 8 વિદ્યાર્થીઓને ફેલોની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. 

આ પ્રસંગે ઉદ્બોધન કરતા આનંદીબેને જણાવ્યું કે, હું ગુજરાતના યુવાનોને આહ્વાન કરૂ છું કે, તેઓ રાજ્યમાં રહેલી આવી સંસ્થાઓનો મહત્તમ ઉપયોગ કરે. મહેનત કર્યા બાદ જ્યારે સર્ટિફિકેટ મળે ત્યારે આનંદ થાય છે. તમે નસીબદાર છો કે આવી યુનિવર્સિટીમાં તમને એડમીશન મળ્યું. 1964માં જ્યારે મે બીએસસી કર્યું ત્યારે આવુ કાંઇ જ નહોતું કે જેથી વિદ્યાર્થીને પ્રેરણા મળે. ડિગ્રીએનાયત તો ઠીક સામાન્ય ફોટો પડાવવા માટે પણ 8 કિલોમીટર દુર જવું પડતું હતું. આજે મારી પાસે જેટલી પણ ડિગ્રીઓ છે તેનો એક પણ ફોટો મે પડાવ્યો નથી. જ્યારે મેં યુપીમાં પદવીદાનની શરૂઆત કરી ત્યારે વિચાર્યું કે નાના બાળકો ભણશે નહીં તો ત્યાં સુધી કેવી રીતે આવશે. 6 થી 8 નાં બાળકોને કાર્યક્રમમાં આમંત્રિત કરવાની શરૂઆત કરી, આગળની હરોળમાં જગ્યા આપી હતી. 50 બાળકો માટે યુનિવર્સિટીમાં મુલાકાત કરાવવાનું નક્કી કર્યું હતું. આગળ જે નાના બાળકો બેસતાં એમનામાં કુતૂહલ હતું કે અમારે ગોલ્ડ મેડલ જોવો છે, પાછળ બેઠેલોઓથી માંગતા હતા. એ તમામ એ મેડલ આ બાળકોને પહેરાવ્યા અને બાળકોના ચહેરા પર ખુશી હતી.

આ બાળકો હવે પોતે સમજશે કે ત્યાં સુધી જવું હોય તો મહેનત કરવી પડશે. બધા રાજ્યપાલને ગિફ્ટ આપતા હોય છે, મેં નાં પાડી છે. બાળકો ભણે મેં એવી બુક્સ માગી, 500 બુક હોવી જોઈએ. હું જ્યાં પ્રવાસ કરતી ત્યાં બુક્સ લેતી જતી અને બુક્સ ભેટ કરતી હતી. આપણે એવો ખર્ચ કરીએ કે જેનો લાભ સ્કૂલ અને બાળકોને થાય. કાલે ચંદીગઢથી હું આવી, ત્યાં અમારે યુપીની યુનિવર્સિટીમાં કઈક બદલાવ લાવવો છે. 9 યુનિવર્સિટીના વિસી અને અધિકારીઓ બે દિવસ સુધી ત્યાં ફર્યા અને પ્રેઝન્ટેશન અને જોયા હતા. પ્રેઝન્ટેશન બાળકો પોતે કરતા હતા. એ વિચારતા હતા કે આપણા પીએમ આટલું કામ કરે છે, પણ કેટલાક નકારાત્મક કમ બોલે છે. 

જ્યારે પહેલા પીએમ નહેરું બન્યા એ તમામ લાલ કિલ્લા પરથી ભાષણ કરતા રહ્યા છે. તમામે આપેલા ભાષણનું એનાલીસિસ કર્યું. એનાલિસિસ બાદ મને કહ્યું કે પીએમ કહેતા હતા કે ગરીબી હટાવો, પણ ગ્રાસ રૂટ પર આ કામ નરેન્દ્ર મોદીએ કામ કર્યું છે અને જે હવે દેખાઇ પણ રહ્યું છે. પહેલી વખતમાં એમણે શૌચાલયની વાત કરી, સૌ હસતા હતા, પણ આજે જે બદલાવ આવ્યો છે. એનાલીસિસ બાદ એક બુક તૈયાર કરી, એ પછી પીએમને 172 લોકો મળવા ગયા હતા. સમાજના અલગ અલગ કામ કરે છે એવા લોકોને સાથે લઈને જવામાં આવ્યા હતા. વિશ્વના જેટલા દેશ છે, એમના પીએમ શું બોલે છે, એનું પણ એનાલિસિસ કરવામાં આવ્યું છે. 50 થી વધુ પીએમનું પ્રવચન કાઢી એનાલીસિસ કરાયું. અન્ય દેશના પીએમ પોતાના દેશ વિશે વિચારે છે એવું તારણ આવ્યું હતું. ભારતના પીએમ વિશ્વ માટે વિચારે છે. શાંતિની વાત હોય, પર્યાવરણની વાત હોય, એવા તમામ મુદ્દે વિશ્વની વાત કરીએ છીએ. 

પરોક્ષ રીતે ભારતીય યુનિવર્સિટીને ટોન્ટ માર્યો
ભારતની એકપણ યુનિવર્સિટી ગ્લોબલ યુનિવર્સિટી તરીકે નામના નથી મેળવી શકી નથી તેવું તેમણે જણાવ્યું હતું. વિકસિત દેશ જ્યારે યુનિવર્સિટીઓને મારકિંગ આપે છે તો 8 રેટિંગ આપે છે અન્ય દેશની યુનિવર્સિટીઓને 1 રેટિંગ આપે છે. જેટલા નાના દેશ હતા, એમણે રિસર્ચ કર્યું, ઓનલાઇન ચર્ચા કરી, બધાએ એકબીજાને મદદ કરવાનું નક્કી કર્યું હતું. ગાડરિયા પ્રવાહની જેમ આપણે ભાગીએ છીએ, આપણે રિસર્ચ નથી કરતા, એમાં પાછળ છે. લાઈબ્રેરી, લેબ 24 કલાક ખુલ્લી રહે, એક ટીમ કામ કરે પછી બીજી ટીમ આવીને તેને આગળ વધારે છે. 

સરકારી નોકરી શોધતા યુવાનોને પણ વ્યંગ કર્યો
વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને વિજ્ઞાન ક્ષેત્રે  સર્ટીફીકેટ લઈ સરકારી નોકરી શોધે છે. જો તમારે સરકારી નોકરી જ કરવી હતી તો આ ડિગ્રી લેવાનો કોઇ અર્થ જ નહોતો. આજે તમામ યુવાનોને સરકારીી નોકરી જ જોઇએ છે. કોઇ પણ રાજ્યમાં 20 ટકાથી વધારે સરકારી નોકરી હોઇ શકે નહી. તેવામાં વિદ્યાર્થીઓએ ઉદ્યમી અથવા ખાનગી ક્ષેત્રમાં સારી કારકિર્દી બનાવવાની જરૂર છે. ઉધમશિલ બનવું પડશે તો તેઓ વિકાસ કરી શકશે. સરકારી નોકરી પાછળની દોટ મુકી કંઇક નવું કરવા પાછળ દોટ મુકે તે જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news