Ahmedabad Flower Show 2023: કોરોનાની મહામારીના છેલ્લા બે વર્ષ બાદ અમદાવાદમાં આ વર્ષે સાબરમતી રિવરફ્ન્ટ પર ફ્લાવર શો યોજાઈ રહ્યો છે. જેમાં દેશ-વિદેશના અનેક ફૂલો ઉગાડવામાં અને લાવવામાં આવ્યા છે. શનિ-રવિએ શહેરીજનો મન મૂકીને ફ્લાવર શોમાં આવી રહ્યા છે. એલિસબ્રિજથી સરદાર બ્રિજ વચ્ચે ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરાયું છે, જેમાં આખો વિસ્તાર રંગબેરંગી ફુલોથી છવાઈ ગયો છે. સાબરમતીના કિનારે 1 લાખ ચોરસ મીટર કરતાં વધુ વિસ્તારમાં આયોજન થયું છે. ત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના ફ્લાવર શોને લઈ પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કર્યુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લાવર શોને લઈને કરેલા ટ્વીટમાં લખ્યું છે કે, અદભૂત લાગે છે. વર્ષોથી, અમદાવાદના ફ્લાવર શોએ ફૂલો અને પ્રકૃતિ પ્રત્યે શોખીન એવા ઘણા લોકોને આકર્ષિત કર્યા છે.


ગુજરાતમાં અહીં 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો, આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે


ફ્લાવર શોમાં જાઓ તો 4 પ્રકારના ફૂલ ખાસ જોજો. જેમાં કેરાલીલીનું ફૂલ, બર્ડ ઓફ પેરેડાઈઝ, હેલીએલિકોનિયા અને અમરેલિસનું ફૂલ ખાસ આકર્ષણ છે. કેરાલીલીનું ફૂલ નાના ભૂંગળા જેવું લાગે છે. તો બર્ડ ઓફ પેરેડાઈઝનો આકાર પક્ષીની પાંખ જેવો હોય છે. તો હેલીએલિકોનિયા ફૂલનું ઝમુકુ ચમદકાર હોય છે. આ ઉપરાંત અમેરિલિસ ફૂલ મૂળ સાઉથ આફ્રિકાનું છે, તે એક હાથ જેટલું લાંબુ હોય છે.


ઉત્તરાયણના બે દિવસ કેવો રહેશે પવન? પતંગ રસિયાઓ માટે આ આગાહી જાણી લેજો, નહીંતર...


વિવિધ કલરની વીસ જેટલી ગ્રીન વોલ સેલ્ફી પોઈન્ટ તરીકે તૈયાર કરવામા આવી છે. ઉપરાંત જુદી-જુદી સાઈઝના ફલાવર ટાવર, મહેંદીમાંથી બનાવેલી ઓલિમ્પિક રમતોના સ્કલ્પચરની સાથે બસો ફુટ લાંબી ગ્રીન વોલ,ફલાવર લવ ગેટ, ફલાવર ફોલ પોટ, ફલાવર ટ્રી તેમજ અલગ અલગ રંગના ફલાવર રોલના સ્કલ્પચર,બોલ તથા ડોલ્ફિન પણ લોકો માટે આકર્ષણનુ કેન્દ્ર બની રહેશે. 
   
ફ્લાવર શૉ દરમિયાન અટલ બ્રિજ 2 વાગે બાદ મુલાકાતીઓ માટે બંધ રહેશે. આ વર્ષે જંગલ, સ્પોર્ટ્સ, આરોગ્ય, યોગા સહિતની 20 થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે...જેમાં વિવિધ થીમના સ્કલ્પચર, સેંકડો સેલ્ફી પોઈન્ટ, 7 નર્સરી, 26 ગાર્ડનિંગ સ્ટોલ, 17થી વધારે ફૂડ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે.


ગુજરાતના યાત્રાધામો પર વરસી ભૂપેન્દ્ર પટેલ સરકાર, વિકાસ પાછળ ધૂમ રૂપિયા ખર્ચશે


ફલાવર શોમાં વન્ય સૃષ્ટિ સંદર્ભમાં સ્કલ્પચરની સાથે સંજીવની પર્વત સાથેના હનુમાનજીની પ્રતિકૃતિ, ધન્વંતરી અને ચરકઋષિના સ્કલ્પચરની સાથે વેજીટેબલની વિવિધ જાતોની સાથે ઓર્કિડ, રેનેસ્કયુલસ, લિલિયમ, પીટુનીયા, ડાયન્થસ જેવી જાતોના દસ લાખથી વધુ પ્લાન્ટેશન પણ મુલાકાતીઓનુ આકર્ષણ બની રહેશે. 


ટિકિટ ક્યાંથી મળશે? 
ફલાવર શોના મુલાકાતીઓ માટે રીવરફ્રન્ટ ખાતે ઈવેન્ટ સેન્ટર ઉપરાંત અટલબ્રિજની પૂર્વ તરફ તથા એલિસબ્રિજ નીચેના ભાગમા ટિકિટ માટેના કાઉન્ટર રાખવામા આવશે. આ ઉપરાંત શહેરના સાત ઝોનમા આવેલ ઝોનના સિવિક સેન્ટર ઉપરથી પણ લોકોને ટિકીટ મળી રહે એ માટેનુ તંત્ર દ્વારા આયોજન કરવામા આવ્યુ છે.


મોદી સરકારમાં ફેરફાર: ગુજરાતનો ઘટી શકે છે દબદબો, આ 4 મંત્રીઓના પદ પર ખતરો


કોરોના મહામારીમાં માસ્ક ફરજીયાત
ફલાવર શોમા આવનારા તમામ લોકો માટે માસ્ક પહેરવો ફરજીયાત કરાયો છે.