Loksabha Election 2024: ચૂંટણીના રણમેદાનમાં જ્યારે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નામનું અસ્ત્ર ઉતરે ત્યારે વિપક્ષના તમામ શસ્ત્રો ધાર વગરના થઈ જાય છે. 2024ની ચૂંટણીમાં પણ કંઈક આવું જ થતું જોવા મળી રહ્યું છે. બે દિવસનો 6 જનસભાઓ કરી ગુજરાતનો માહોલ જ બદલી નાંખ્યો. ગુજરાતમાં 7 મેના દિવસે મતદાન થવાનું છે. મતદાન પહેલા જ સુરત ભાજપ જીતી ગયું છે, જેના કારણે મુકાબલો હવે માત્ર 25 બેઠક પર જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની તમામ બેઠક ફરી એકવાર ભાજપની ઝોલીમાં આવે તે માટે પ્રધાનમંત્રી મોદીએ એક પછી એક 6 જનસભાઓ ગજવી વિપક્ષને ચિત્ત કરી નાંખ્યું છે. પોતાની જનસભાઓમાં એવા એવા મુદ્દાઓ પર PM મોદીએ પ્રહાર કર્યા કે જેનો જોડ વિપક્ષને જડે તેમ છે જ નહીં...


  • ગુજરાતમાં વિપક્ષ પર જોરદાર વરસ્યા PM મોદી 

  • આતંકવાદથી લઈ આટા સુધીના મુદ્દા પર કર્યા પ્રહાર

  • ડોઝિયરથી લઈ ડોઝ સુધીના મુદ્દે વિપક્ષ પર કર્યો વાર 

  • 6 જનસભાઓ સંબોધી વિપક્ષ રણનીતિ પાડી દીધી ઉંધી!

  • ગુજરાતમાં ભાજપ ફરી તમામ બેઠકો પર લગાવશે હેટ્રિક?

  • ભાજપના બ્રહ્માસ્ત્ર સામે વિપક્ષ થઈ ગયું નતમસ્તક!


ગુજરાતના સ્થાપના દિવસથી શરૂ કરેલો પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ બીજી મેની સાંજે પૂર્ણ થયો. સૌથી પહેલા બનાસકાંઠાના ડીસામાં બનાસકાંઠા અને પાટણના ઉમેદવાર માટે મત માગ્યા. ત્યારપછી હિંમતનગરમાં સાબરકાંઠા અને મહેસાણાના ઉમેદવાર માટે મત માગ્યા. પ્રધાનમંત્રીની જનસભામાં જે જનમેદની ઉમટી હતી તે ઉડીને આંખે વળગે તેવી હતી. આ પ્રચંડ જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યા.


બીજી મેએ પ્રધાનમંત્રીએ આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં જનસભાઓ સંબોધી. આ જનસભાઓથી PM મોદીએ આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને જામનગર બેઠકના ઉમેદવાર માટે મત માગ્યા. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની આ બેઠકો પર હવે ભાજપનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. આ જનસભાઓમાં પ્રધાનમંત્રીએ કોંગ્રેસ સહિત વિપક્ષને આડે હાથ લીધું.


જામનગરમાં જનસભા સંબોધતા પહેલા પ્રધાનમંત્રીએ જામનગરના રાજવી જામસાહેબ સાથે મુલાકાત કરી હતી. જામસાહેબે PM મોદીને પાઘડી પહેરાવી વિજય ભવઃના આશીર્વાદ આપ્યા હતા. તો પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ રાજા-મહારાજાઓના અમર બલિદાનને નમન કર્યા હતા.


નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસના મુદ્દા પર મત માગી ફરી એકવાર મતદારોનું દીલ જીતવાનો પ્રયાસ કર્યો છે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારે ગુજરાતે 26માંથી 26 બેઠક આપી હતી. તો ફરી 2019માં પણ 26માંથી 26 બેઠક ગુજરાતે મોદીને આપી હતી. હવે 2024માં ફરી એકવાર મોદીએ ગુજરાતીઓ પાસે તમામ સીટ માગી છે. ત્યારે જોવાનું રહેશે કે ગુજરાતીઓ હેટ્રિકની સાથે કેટલી લીડ આપે છે.