દશેરાથી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, આ ભાગમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, અંબાલાલની નવી આગાહી
ગુજરાતમાં ગઈકાલે કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં હજુ પણ કેટલીક જગ્યાએ વરસાદની આગાહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ફરી આગાહી કરી છે. અંબાલાલે કહ્યું કે લો પ્રેશર સિસ્ટમને કારણે આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે.
આ સિવાય 22 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં સિવિયર સાયક્લોનિક સ્ટાર્મની આગાહી છે. જેની અસર ગુજરાતના વાતાવરણમાં પડી શકે છે.
અંબાલાલ પટેલ પ્રમાણે 16 અને 17 ઓક્ટોબરે દક્ષિણ ભારતના દરિયાઈ વિસ્તારમાં ડીપ ડિપ્રેશનની સંભાવના છે. અરબ સાગરમાં અનુકૂળ સ્થિતિ બનવાની સંભાવનાને કારણે તોફાન પણ સર્જાય શકે છે.
12 ઓક્ટોબરે આ જિલ્લામાં આગાહી
અંબાલાલ પટેલ પ્રમાણે 12 ઓક્ટોબરે પંચમહાલ, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ પડી શકે છે.
આ સિવાય સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં એક ઈંચ સુધી વરસાદ પડી શકે છે. રાજકોટ અને કચ્છ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
શું છે આગાહી
હવામાનની આગાહી માટે જાણીતા અંબાબાલ પટેલે કહ્યું કે આગામી 12થી 15 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં બે ઈંચથી વધુ વરસાદની સંભાવના છે.
Trending Photos