નિલેશ જોશી/દમણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંઘપ્રદેશ દમણની મુલાકાતે પહોંચ્યા છે. આજે દમણમાં પીએમ 13 km લાંબો રોડ શો કરશે. આમ પ્રદેશને કરોડો રૂપિયાના વિકાસના કાર્યોની ભેટ આપવા પાંચમી વખત દમણ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા લોકોમાં ઉત્સાહનો માહોલ દેખાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં અનેક પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું છે. એરપોર્ટથી મશાલ ચોક માર્ગ પર PMને આવકારવા લોકોની ભારે ભીડ ઉમટી છે.PM મોદીનું દમણમાં દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી મોદીએ દમણના સુદર સી ફેસ રોડ સહિત અંદાજે 4 હજાર 800 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે


સપનાના વાવેતરમાં છેતરપીંડી! ઘરના ઘરનો ફોટો બતાવી, 'મારા હાળા છેતરી ગયા'


મહત્વપૂર્ણ છે કે દમણ  અને દાદરા નગર હવેલીમાં આવેલા ઉદ્યોગોમાં દેશના અનેક રાજ્યોના લોકો રોજગારી મેળવે છે આથી આ નાનકડા  પ્રદેશમાં  મીની ભારત જેવો માહોલ જોવા મળે છે. આથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન દમણમાં મીની ભારત જેવો દ્રશ્યો જોવા મળશે.  


તમારા ફેવરિટ અટલ બ્રિજ પરથી નીચે સાબરમતી નદીનો નજારો નહિ માણી શકો


પીએમના રોડ શો વખતે પ્રદેશમાં વસતા જુદા જુદા રાજ્યોના લોકો પોતાની પરંપરાગત વેશભૂષા અને શૈલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારશે તો અહીંની સ્થાનિક આદિવાસી સંસ્કૃતિને પણ ઉજાગર કરતા પરંપરાગત લોકનૃત્યો  દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવામાં આવનાર છે. 


શનિએ બનાવ્યો 'શશ મહાયોગ', આ 5 રાશિના લોકોને અધધ.. 30 મહિના સુધી ચાંદી જ ચાંદી!


દમણના દરિયા કિનારે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા પાંચ કિલોમીટર લાંબા સી ફેસ રોડ જેને "નમો પથ" તરીકે નામ આપવામાં આવ્યું છે, તેનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.