તમારા ફેવરિટ અટલ બ્રિજ પરથી નીચે સાબરમતી નદીનો નજારો નહિ માણી શકો

Atal Bridge : અટલ બ્રિજ પર ચાલવાની મજા બગડી ગઈ... કાચનો ગ્લાસ તૂટી પડતા એએમસી દ્વારા આજુબાજુ ગ્રીલ લગાવી દેવાઈ... 
 

તમારા ફેવરિટ અટલ બ્રિજ પરથી નીચે સાબરમતી નદીનો નજારો નહિ માણી શકો

Ahmedabad News અમદાવાદ : અમદાવાદ સાબરમતી નદી પર બનાવાયેલો અટલ બ્રિજ અમદાવાદની શાન કહેવાય છે. પરંતુ અમદાવાદની આ શાન હવે ફીક્કી બની છે. કારણ કે, એક જ વર્ષમાં અટલ બ્રિજ પર લગાવાયેલો કાચનો ગ્લાસ તૂટ્યો હતો, જેના પરથી નદીનો નજારો જોવા મળતો હતો. પરંતું હવે મુલાકાતીઓ બ્રિજ પરથી આ નજારો નહિ જોઈ શકે. કારણ કે, AMC એ ક્રેક થયેલા ગ્લાસને બદલીને તેની આસપાસ ગ્રીલ લગાડી છે. તેથી હવેથી ગ્લાસ ઉપર ઉભા રહી લોકો નીચે નદીનો વ્યુ નહીં માણી શકે. અગાઉ લોકો ગ્લાસ ઉપર ઉભા રહી નદીનો વ્યુ માણી શકતા હતા. પરંતું હવે લોકોની સેફટીને ધ્યાનમાં રાખી કાચની આજુબાજુ ગ્રીલ લગાડવામાં આવી છે. 

રિવર ફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજમાં અચાનક ત્રણ અઠવાડિયા પહેલા કાચ પર તિરાડ પડી હતી. હજુ અટલ બ્રિજ બન્યાના 1 વર્ષની અંદર જ  કાચ તૂટી જતા લોકો બ્રિજની કામગીરી પર અનેક સવાલ કરી રહ્યા છે. હાલ આ ઘટનાને પગલે કોઈ અનિચ્છનિય બનવા ન બને તેના માટે તંત્ર એ બેરિકેટ લગાવી દીધા હતા અને શહેરીજનો અને બહારથી આવતા લોકોને આ જગ્યાથી દૂર રહેવા સૂચના અપાઈ હતી. હવે ગ્રીલ લગાવી દેવામા આવી છે. 

atal_bridge_zee4.jpg

કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ગરમીને કારણે ગેસ થવાથી કાચ તૂટ્યો હોવાનુ પ્રાથમિક તારણ આપવામાં આવ્યુ છે. અગાઉ ગ્લાસમાં ક્રેક પડતા લોકોની સુરક્ષાને લઇ પ્રશ્નો ઉભા થયા હતા. 

atal_bridge_zee3.jpg

અમદાવાદની સાબરમતી નદી પર આવેલ આ આઇકોનિક પેડેસ્ટેરીયન બ્રિજ એટલે અટલ ફુટ ઓવર બ્રિજ કદાચ દેશનો પ્રથમ બ્રિજ છે. સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજ 27 ઓગષ્ટના રોજ દેશના પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

અટલ ફુટ ઓવર બ્રિજની ખાસિયત
- બ્રિજ ઉપર લોઅર તથા અપર પ્રોમીનાડ પરથી જઇ શકાશે
- ફુટ કિઓસ્ક (2નંગ), સિટીંગ કમ પ્લાન્ટર (14 નંગ), પારદર્શક કાચનું ફલોરીગ (4 નંગ - 24 ચોમી)
- કુલ લંબાઇ: 300 મીટર, વચ્ચેનો વિરામ: 100 મીટર
- પહોળાઇ: બ્રિજના છેડેના ભાગે 10 મીટર તેમજ બ્રિજના વચ્ચેના ભાગે 14 મીટર 
- ડિઝાઇન: આઇકોનિક સ્ટીલ બ્રિજમાં સ્ટાફનું વજન 2600 મે. ટન વજનનું લોખંડનું પાઇપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રીકની ટેન્સાઇલ સ્ટ્રક્ચર છત.
- વચ્ચેના ભાગે વુડન, ફલોરીંગ ભાગે ગ્રેનાઇટ ફલોરીગ, પ્લાન્ટર સ્ટેઇનલેશ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ 
- વચ્ચેના ભાગે ફુડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાનટેશની વ્યવસ્થા
- ડાયનેમિક કલર ચેઇન્જ થઇ શકે તેવું એલઇડી લાઇટીંગ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news