ઝી બ્યુરો/અમદાવાદ: મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુ એક ગુજરાતીનો ઉલ્લેખ કર્યો હતો. આ નામ છે જગદીશ ત્રિવેદી. લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ પોતાની કરોડો રૂપિયાની આવકનો ઉપયોગ સદકાર્યોમાં કર્યો છે, ત્યારે પ્રધાનમંત્રીએ આ તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ જગદીશ ત્રિવેદીની એક નવી ઈનિંગની ચર્ચા પણ વહેતી થઈ છે..શું છે સમગ્ર મામલો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામ મંદિરને અનોખી ભેટ: 1100 કિલો વજનનો સ્ટીલનો દીવો તૈયાર, 15 કિલો રૂની હશે દિવેટ


ડાયરામાં પોતાની આગવી અદામાં લોકોને પેટ પકડીને હંસાવતા જગદીશ ત્રિવેદી ગુજરાત માટે નવું નામ નથી. જો કે રવિવારે તેઓ અચાનક ચર્ચામાં આવી ગયા, કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં જગદીશ ત્રિવેદીનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનંત્રીએ તેમની પરોપકારવૃત્તિને લોકો સમક્ષ મૂકી. 


આવનારું વર્ષ કેવું રહેશે? ભૂકંપની સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી


છેલ્લા પાંચેક વર્ષમાં જગદીશ ત્રિવેદીએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર માટે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે, ત્યારે પ્રધાનમંત્રીએ આ તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો. Ph.D.ની ત્રણ ડિગ્રી ધરાવતા જગદીશ ત્રિવેદીએ 75 પુસ્તકો લખ્યા છે. અત્યાર સુધી તેઓ પોણા 9 કરોડ રૂપિયા જેટલી રકમ દાનમાં આપી ચૂક્યા છે. ત્યારે મન કી બાતના 108મા એપિસોડમાં તેમનો ઉલ્લેખ થતાં તેઓ આ બાબતને મોટો સંયોગ માને છે.


અમદાવાદના યુવાધનમાં થનગનાટ! C.G રોડ વાહનો માટે બંધ, SG હાઈ-વે પર આ છે પ્રતિબંધ


જગદીશ ત્રિવેદી પોતાના પુસ્તક સેવાનું સરવૈયુંમાં પોતાની આવક અને તેમાંથી કરેલા દાનનો હિસાબ આપે છે. 2017માં ઉંમરના પાંચ દાયકા પૂરા કર્યા ત્યારબાદ તેમણે પોતાની તમામ આવક સામાજિક કાર્યો માટે વાપરવાનું નક્કી કર્યું હતું. તેમના આ અનોખા વલણની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરતા તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે.


બોટાદના નિગાળા રેલવે સ્ટેશન પર 4 લોકોનો આપઘાત; ટ્રેનની અડફેટે મોતને કર્યું વ્હાલું


લોકસાહિત્ય અને હાસ્યકલાના જગત સાથે જોડાયેલા જગદીશ ત્રિવેદીનું નામ રાજકીય જગતમાં પણ ચર્ચાવા લાગ્યું છે. પ્રધાનમંત્રીએ તેમની નોંધ લેતા એવી ચર્ચા પ્રબળ બની છે કે ત્રિવેદીને ભાજપ ચૂંટણી લડવા આમંત્રણ આપી શકે છે. લોકસભાની ચૂંટણીમાં તેમને સુરેન્દ્રનગર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવે તેવી ચર્ચા છે. હવે જોવું એ રહેશે કે આ અટકળો સાચી સાબિત થાય છે કે કેમ.