પીએમની આંધી પહેલા હિંમતનગરમાં આકાશી આંધી, સભા મંડપ ધરાશાયી
પીએમ મોદીના ગુજરાતમાં આવતા પહેલા જ રાજ્યભરમાં અચાનક વાદળાછાય વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાવા લાગ્યો છે. તો ક્યાંક બરફના કરા સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હિંમતનગર ખાતે પીએમ મોદીની સભાનો મંડપ ધારશાહી થયો છે.
અમદાવાદ: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે અને રાજકીય પક્ષ દ્વારા પ્રચારને તેજ બનાવવા આવી રહ્યો છે. જેને લઇ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે અને રાજ્યમાં જાહેર સભાને સંબોધન કરવાના છે. ત્યારે પીએમ મોદીના ગુજરાતમાં આવતા પહેલા જ રાજ્યભરમાં અચાનક વાદળાછાય વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાવા લાગ્યો છે. તો ક્યાંક બરફના કરા સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હિંમતનગર ખાતે પીએમ મોદીની સભાનો મંડપ ધારશાહી થયો છે.
વધુમાં વાંચો: ગુજરાતમાં ભર ઉનાળે આકાશી આફત, વાવાઝોડા સાથે વરસાદ, વીજળી પડતાં બેના મોત
ભર ઉનાળામાં રાજ્યના 11 જિલ્લાના 38 તાલુકામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. બે દિવસના વાદળછાયા વાતાવરણ અને ક્યાંક છૂટાછવાયા વરસાદ બાદ આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, ભાવનગર, માળીયા મિયાણા, પડધરી, વાંકાનેર જેવા વિસ્તારોમાં મન મૂકીને વરસાદ વરસ્યો હતો. ત્યારે લોકસભા ચૂંટણી પ્રચાર માટે આવતી કાલથી ત્રણ દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં જાહેર સભાનું સબોધન કરવાના છે.
અમદાવાદ : ફી લડતમાં સફળતા મળતા વાલીઓએ બાળકોને હાર પહેરાવી સ્કૂલે મોકલ્યા
સુરેન્દ્રનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરવા પહોચશે. ત્યારે સભાને લઇને સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી હતી. ત્યારે આજે અચાનાક વાતાવરણમાં પલટો આવતા સુરેન્દ્રનગર સહીત સૌરાષ્ટ્રના મોટાભાગાના જિલ્લા અને તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જોકે પીએમ મોદીની સભાને લઇ સુરેન્દ્રનગર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને પ્રધાનમંત્રીના બંદોબસ્ત માટે કુલ 1500 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. જેમાં 7 એસપી, 13 ડીવાયએસપી, 23 પીઆઈ, 120 પીએસઆઇ, પોલીસ કર્મચારી સહિત એન્ટી સ્કવોડ, કયુ.આર.ટી, એલ.સી.બી, એસ.ઓ.જી સહિતની ટીમો તૈનાત રહશે. આજે પોલીસ દ્વારા હેલિપેડથી જાહેર સભાના સ્થળ સુધીનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.
વધુમાં વાંચો: હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી આવ્યા હતા સાથે, આજે સ્થિતિ બદલાઇ...
પીએમ મોદીની વલ્લભ વિધ્યાનગર ખાતે ત્રણ જિલ્લાની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા, વડોદરા અને આણંદના લોકસભા ઉમેદવાર માટે પ્રચાર કરશે. પીએમ મોદીની સભાની જો વાત કરીએ તો અત્યારે લગભગ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. ખાસ સુરક્ષા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. સાથે સાથે ટ્રાફિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.