અતુલ તિવારી/અમદાવાદ: દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતેથી પરીક્ષા પે ચર્ચા કરવામાં આવશે. છઠ્ઠી આવૃત્તિ અંતર્ગત દર વર્ષની જેમ બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકો સાથે પીએમ મોદી ચર્ચા કરશે. પીએમ મોદી સમગ્ર દેશના 1200 જેટલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના 67 વિદ્યાર્થીઓ સહિત કુલ 84 સ્પર્ધકો દિલ્લી ખાતે ચર્ચામાં જોડાશે. આ કાર્યક્રમ ધોરણ 6 થી 12 નાં વિદ્યાર્થીઓને બતાવવા માટે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ તરફથી શાળાઓને આદેશ કરાયો છે. 


પ્રથમ આવૃત્તિ 16 ફેબ્રુઆરી 2018ના રોજ શરૂ થઈ હતી
આ વર્ષે પરીક્ષા પે ચર્ચા અંતર્ગત કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ પણ દેશભરમાં કરવામાં આવશે. પરિક્ષા પે ચર્ચા એ વાર્ષિક કાર્યક્રમ છે જેમાં પીએમ મોદી બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓને લગતા તણાવ અને અન્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે. પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમની પ્રથમ આવૃત્તિ 16 ફેબ્રુઆરી 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27ના રોજ વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજશે જેમાં દેશભરનાં હજારો વિદ્યાર્થીઓ ઓનલાઈન સામેલ થશે. દિલ્હીમાં ટાલકટોરા સ્ટેડીયમમાં મોદી વિદ્યાર્થીઓ સાથે લાઈવ ચર્ચા કરશે જે દુરદર્શન અને આકાશવાણી પર પણ જીવંત પ્રસારણ થશે. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા એટલે કે ધો.10 અને 12ની પરીક્ષાના વિદ્યાર્થીઓને તેમનો હાઉ દૂર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલીક મહત્વપૂર્ણ વાતો કહે છે કે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કરે છે પણ પ્રથમ વખત દેશભરની મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓને પણ વડાપ્રધાન સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં જોડવામાં આવશે. 


38 લાખથી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ
2018માં શરૂ થયેલા આ પ્રોગ્રામમાં 20,000 વિદ્યાર્થીઓએ પ્રથમ નોંધણી કરાવી હતી. 2019માં આ સંખ્યા વધીને 1,58,000 થઈ ગઈ. જ્યારે 2020માં 3 લાખ, 2021માં 14 લાખ અને 2022માં 15.8 લાખ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ માટે નોંધણી કરાવી હતી. આ વર્ષે રજીસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 38.8 લાખ થઈ ગઈ છે.


કાર્યક્રમ માટે 20 લાખ પ્રશ્નો મોકલવામાં આવ્યા
આ વર્ષે દેશભરમાંથી 20 લાખથી વધુ પ્રશ્નો આવ્યા છે, જે નિષ્ણાંતો, વાલીઓ, શાળાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવ્યા છે.


ધ નેશનલ મેડીકલ કમીશન એ તમામ મેડીકલ કોલેજોને તા.27ના રોજ પરીક્ષા પે ચર્ચામાં તેમના વિદ્યાર્થીઓ જોડાય અને તે માટે જીવંત પ્રસારણની વ્યવસ્થા થાય તે જોવા જણાવ્યું છે. જો કે સંસ્થાઓએ કે કોલેજોએ જોડાવવું કે કેમ તે તેમના પર છોડવામાં આવ્યું છે.