અમદાવાદ : આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ અને આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ આજે સિવિલ હોસ્પિટલ અમદાવાદની મુલાકાત લીધી હતી. તેમણે 1200 બેડની કોવિડ હોસ્પિટલનાં આઇસીયું વિભાગ અને કોરોના વોર્ડની મુલાાકત લીધી હતી. કોરોના પોઝિટિવ દર્દીઓની તબિયતની પૃષ્ટી કરી હતી. તેમણે દર્દીઓને અપાતી સારવાર અને સવલતો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ :કોસ્મેટિકની દુકાનમાં આગ લાગતા ધુમાડાને કારણે રોડ પણ બંધ કરવો પડ્યો

ડૉ. જયંતી રવિએ કોરોના વોર્ડની મુલાકાત લીધા બાદ જણાવ્યું કે, વોર્ડમાં સિવિલ હોસ્પિટલનાં જ નર્સ સરલાબેન મોદી સારવાર લઇ રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓએ સેવારત ડોક્ટર્સ, નર્સ પેરામેડિકલ સ્ટાફ અને સફાઇ કામદારોની સેવા સાધનાને બિરદાવી વખતે તેમણે હોસ્પિટલમાં મળી રહેલી સારવાર અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત તેમણે સારવાર બાદ કોવિડ હોસ્પિટલમાં જ સેવા માટેની તત્પરતા દાખવી હતી.


દારૂકાંડ બાદ મહેસાણાનાં SP મનીષ સિંઘની બદલી, પાર્થરાજસિંહને સોંપાયો ચાર્જ

જયંતિ રવીએ કોરોના વોર્ડમાં કામ કરી રહેલા ડોક્ટર્સ, પ્રોફેસર, રેસીડેન્ટ ડોક્ટર્સ, ઇન્ટર્ન, નર્સ અને સફાઇ કર્મચારીઓ સાથે વ્યક્તિગત્ત મુલાકાત લીધી હતી અને તેમની સેવાને બિરદાવી હતી. તેમણે ડોક્ટર્સને કોઇ પણ સમસ્યા હોય તો પણ જણાવવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત સિવિલમાં વિવિધ સંસાધનોની પુર્તતા અંગે પણ ચર્ચા કરી હતી. સ્ટાફ સાથેનાં રૂબરૂ મુલાકાત  વેળાએ તમામ પરિવારજનોની તમામ સુવિધા મળી રહે તે માટેની વ્યવસ્થા કરવા માટે સુચના આપી હતી.


નવસારી: 90 હજારની લાંચ લેતા મામલતદાર, ના.મામલતદાર, સર્કલ ઓફીસર અને ક્લાર્ક ઝડપાયા

તમામ ડોક્ટર્સ, નર્સ અને સફાઇ કર્મચારીનો વ્યક્તિગત્ત આભાર માન્યો હતો. સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ સહિતનાં તબીબ પણ સાથે હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ અને સિવિલની સારવાર સામે સવાલો ઉઠતા રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube