નવસારી: 90 હજારની લાંચ લેતા મામલતદાર, ના.મામલતદાર, સર્કલ ઓફીસર અને ક્લાર્ક ઝડપાયા

લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે મોટા ભાગની સરકારી કચેરીઓ બંધ છે જે ચાલુ છે તે પણ લઘુત્તમ સ્ટાફ સાથે ચાલી રહી છે. તેવામાં નવસારી ગ્રામ્ય મામલતદારની કચેરી ખાતને 90 હજારની લાંચ લેતા ચાર આરોપીઓને એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. માટીના ખનન અંગેની પરમીટ મેળવીને છુટક માટી વેચાણ કરનાર એક વેપારીનાં ટ્રક રોયલ્ટી પાસ હોવા છતા પણ જમા કરી લેવામાં આવ્યા હતા. આ ટ્રકો છોડાવવા માટે ફરિયાદી પાસે 1,10,000ની માંગ કરવામાં આવી હતી. 

Updated By: May 26, 2020, 09:43 PM IST
નવસારી: 90 હજારની લાંચ લેતા મામલતદાર, ના.મામલતદાર, સર્કલ ઓફીસર અને ક્લાર્ક ઝડપાયા

નવસારી : લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે મોટા ભાગની સરકારી કચેરીઓ બંધ છે જે ચાલુ છે તે પણ લઘુત્તમ સ્ટાફ સાથે ચાલી રહી છે. તેવામાં નવસારી ગ્રામ્ય મામલતદારની કચેરી ખાતને 90 હજારની લાંચ લેતા ચાર આરોપીઓને એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. માટીના ખનન અંગેની પરમીટ મેળવીને છુટક માટી વેચાણ કરનાર એક વેપારીનાં ટ્રક રોયલ્ટી પાસ હોવા છતા પણ જમા કરી લેવામાં આવ્યા હતા. આ ટ્રકો છોડાવવા માટે ફરિયાદી પાસે 1,10,000ની માંગ કરવામાં આવી હતી. 

હવામાન : સૌરાષ્ટ્રમાં તોફાન તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી

 નક્કી થયેલી રકમ અનુસાર પ્રથમ હપ્તાનાં 20 હજાર એડવાન્સ ફરિયાદી વ્યક્તિ આપી ચુક્યો હતો. જ્યારે બીજા બાકીનાં 90 હજાર રૂપિયા આપતા સમયે ફરિયાદીએ એસીબીને જાણ કરતા છટકુ ગોઠવીને 4 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. એસીબી દ્વારા તમામ આરોપીઓને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

અમદાવાદની સ્થિતી સ્ફોટક છતા સિવિલ નહી ફરકનાર મેયર બિજલ પટેલે મેંગો ફેસ્ટિવલનુ ઉદ્ધાટન કર્યું

ઝડપાયેલા આરોપી
1. યશપાલ પ્રકાશદાન ગઢવી, મામલતદાર (નવસારી ગ્રામ્ય, રહે. મામલતદાર ક્વાર્ટર, નવસારી)
2. શૈલેષ એ રબારી, સર્કલ ઓફીસર (નવસારી ગ્રામ્ય, રહે. બી.403, સુરક્ષી કોમ્પલેક્ષ, સીંધી કેમ્પ રોડ, નવસારી)
3. સંજય ઇશ્વરભાઇ દેસાઇ, નાયબ મામલતદાર (સી-402, સુરક્ષી કોમ્પલેક્ષ, સીંધી કેમ્પ રોડ નવસારી)
4. કપિલ રસીકભાઇ જેઠવા, ક્લાર્ક મામલતદાર કચેરી ( રહે. એ-5, મહાવીર રો હાઉસ, હનીપાર્ક રોડ, અડાજણ સુરત)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube