મોડાસા : અરવલ્લી જિલ્લાની મોડાસા તાલકાનાં કુંડોલ ગામે લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીની છેડતીની ઘટના સામે આવી હતી. લંપટ શિક્ષકે ગુરૂનું પદ લજવ્યું હતું અને પોતાની પુત્રી જેવડી કિશોરીની છેડતી કરતા ચકચાર મચી જવા પામી હતી. કુડોલ પ્રાથમિક શાળાનાં વિકૃત માનસ ધરાવતા આચાર્ય કિરીટ પટેલે ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ઓફીસમાં બોલાવીને અડપલા કરીને છેડતી કરતા વિદ્યાર્થીનીએ બહાદુરી દાખવી હતી. તેમણે અન્ય શિક્ષિકાઓને જાણ કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે ઘરે પહોંચી પરિવારને પણ જાણ કરી હતી. ત્યાર બાદ પરિવારે શાળાનાં સ્ટાફને મળીને આ બાબતે ન્યાયની માંગ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદ: દંતેલી નજીક ટ્રેક્ટરની ટક્કરે પરિવાર નંદવાઇ ગયો, 2નાં મોત 1 ગંભીર
જો કે શાળા તંત્રએ ગોળગોળ વાતો કરી હતી. પાંચ દિવસ સુધી કોઇ જ કાર્યવાહી નહી થતા વાલી ઉપરાંત ગામના લોકોએ શાળાએ આવીને હોબાળો કર્યો હતો. શિક્ષકને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે. નાયબ શિક્ષણાધિકારીને આ અંગે માહિતી મળતા તત્કાલ ટીમ શાળાએ પહોંચી હતી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જો દોષ સાબિત થશે તો શાળાનાં આચાર્યને ફરજ રિક્ત પણ કરવામાં આવશે. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે ગ્રામજનોને દોષ સાબિત થયે કડક કાર્યવાહીની બાંહેધરી પણ સરકાર દ્વારા આપવામાં આવી છે.


અમદાવાદ: હોળીનાં પૈસા લેવા આવેલા ક્યારે લાખો રૂપિયા લઇ ગ્યાં ખબર જ ન રહી
ડીપીઇઓ દ્વારા હાલ તો આચાર્યને પોલીસ સ્ટેશન લઇ જવાયા છે. જ્યાં પોલીસ દ્વારા તેમની પુછપર કરવામાં આવી રહી છે. પોલીસે આચાર્ય કિરીટ પટેલ વિરુદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અંગે વિદ્યાર્થીનીએ કહ્યું કે, આચાર્યએ મને ઓફીસમાં બોલાવી હતી. ત્યાર બાદ ખુણામાં લઇ જઇને ગાલ પર કિસ કરી હતી. છાતીના ભાગે પણ અડપલા કર્યા હતા. ત્યાર બાદ આ વાત કોઇને નહી કહેવા માટે પણ જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube