અમદાવાદ: હોળીનાં પૈસા લેવા આવેલા ક્યારે લાખો રૂપિયા લઇ ગ્યાં ખબર જ ન રહી

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચોરી અને લૂંટની ઘટનાઓમાં અચાનક અને એકાએક વધારો થઇ ગયો છે. વસ્ત્રાપુરમાં પણ ચોરીનો આવો જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ચોરીનો વિચિત્ર કિસ્સો પ્રાથમિક રીતે સાંભળીને વિશ્વાસ પણ ન આવે તેવી ઘટના છે. વશીકરણ કરીને ધોળા દિવસે મકાન માલિકની નજર સામે 1 લાખ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. આગામી દિવસોમાં હોળી હોવાનાં કારણે હોળીનાં પૈસા માંગવા માટે બે મહિલાઓ આવી હતી.

Updated By: Feb 29, 2020, 11:38 PM IST
અમદાવાદ: હોળીનાં પૈસા લેવા આવેલા ક્યારે લાખો રૂપિયા લઇ ગ્યાં ખબર જ ન રહી

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચોરી અને લૂંટની ઘટનાઓમાં અચાનક અને એકાએક વધારો થઇ ગયો છે. વસ્ત્રાપુરમાં પણ ચોરીનો આવો જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ચોરીનો વિચિત્ર કિસ્સો પ્રાથમિક રીતે સાંભળીને વિશ્વાસ પણ ન આવે તેવી ઘટના છે. વશીકરણ કરીને ધોળા દિવસે મકાન માલિકની નજર સામે 1 લાખ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. આગામી દિવસોમાં હોળી હોવાનાં કારણે હોળીનાં પૈસા માંગવા માટે બે મહિલાઓ આવી હતી.

વ્યાજનાં ખપ્પરમાં વધારે એક જીવ હોમાયો: સુરતનાં વેપારીએ કર્યો આપઘાત
જો કે આ મહિલાઓએ હોળીનાં પૈસા માંગતા સમયે હાજર મહિલાને વાતોમાં ભોળવી હતી. પાણીની માંગણી કરી હતી. ત્યાર બાદ પાણીના બહાને બંન્ને મહિલાઓ ઘરમાં ઘુસી હતી. મહિલાએ બંન્નેને પાણી આપ્યું હતું. ત્યાર બાદ પાણી પીવાના બહાને અંદર આવેલી મહિલાઓ ત્યાર બાદ વાતચીત કરવા લાગી હતી. જો કે ત્યાર બાદ શું થયું તે ભોગ બનનાર મહિલાને યાદ નથી. પરંતુ ઘરમાંથી હાથની વીંટી, ગળાની ચેન અને કબાટમાં મુકેલા પૈસા પણ લૂંટાઇ ગયા હતા. હાલ તો વસ્ત્રાપુર પોલીસે છેતરપિંડી અને લૂંટ નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube